Heeraben Modi Passed Away live updates: હીરાબા પંચમહાભૂતમાં વિલીન, વડાપ્રધાન મોદીએ આપ્યો મુખાગ્નિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની ઉંમરે નિધન થયું છે.
gujarati.abplive.com Last Updated: 30 Dec 2022 09:41 AM
બ્રેકગ્રાઉન્ડ
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનું 100 વર્ષની ઉંમરે અમદાવાદની હોસ્પિટલમાં અવસાન થયું છે. વડાપ્રધાન મોદી અમદાવાદ આવવા રવાના થયા હતા. બુધવારે તબિયત લથડતા તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ...More
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનું 100 વર્ષની ઉંમરે અમદાવાદની હોસ્પિટલમાં અવસાન થયું છે. વડાપ્રધાન મોદી અમદાવાદ આવવા રવાના થયા હતા. બુધવારે તબિયત લથડતા તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હીરાબેને આજે (30 ડિસેમ્બર) સવારે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.હીરાબાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં કરવામાં આવશે. હીરાબાના પાર્થિવ દેહનું સેક્ટર 30માં આવેલ સંસ્કાર ધામમાં અંતિમ સંસ્કાર થશે. વડાપ્રધાન મોદી સાડા સાત વાગ્યે અમદાવાદ પહોંચશે. હીરાબાનો પાર્થિવ દેહ પંકજભાઇના નિવાસસ્થાને રખાયો છે. શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટરના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી માતાના નિધનની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે શાનદાર શતાબ્દીનું ઇશ્વર ચરણમાં વિરામ. માતામાં મે હંમેશા ત્રિમૂર્તિની અનુભૂતિ કરી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પીએમ મોદી સહિત તમામ ભાઇઓએ મુખાગ્નિ આપી
પીએમ મોદી સહિત પરિવારના તમામ સભ્યો અંતિમ વિધિમાં જોડાયા છે. પીએમ મોદી સહિત તમામ ભાઇઓએ મુખાગ્નિ આપી છે. માતા હીરાબા પંચમહાભૂતોમાં વિલીન થયા છે.