ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 16 જુલાઈએ સાયન્સ સીટીનાં વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ કરશે. બપોર બાદ ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્રમોદી તા.૧૬મી જુલાઇ શુક્રવારે બપોરે ૪ કલાકે ગુજરાતના પાટનગર ગાંધીનગરના અદ્યતન નવિનીકરણ પામેલા રેલ્વે સ્ટેશન, આધુનિક ફાઇવસ્ટાર હોટેલના વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે 



મહાત્મા મંદિર, ગાંધીનગરનું નવિનીકરણ પામેલું અદ્યતન રેલ્વે સ્ટેશન અને ૩૧૮ રૂમની સુવિધાવાળી ફાઇવ સ્ટાર હોટેલ આ ત્રણેય સ્થળો એકબીજાની નજીકમાં હોવાથી ગુજરાતમાં આ એક નવલું નજરાણું બનશે. પ્રધાનમંત્રી આ સાથે સાયન્સસિટીમાં નિર્માણ થયેલા ત્રણ નવિન પ્રકલ્પોનું પણ વર્ચ્યુઅલ ઉદઘાટન કરવાના છે. 

સાયન્સ સિટીમાં નિર્માણ થયેલા આ ત્રણ પ્રકલ્પોમાં રૂ. ૨૬૪ કરોડના ખર્ચે તૈયાર થયેલી એકવાટિક ગેલેરી, રૂ. ૧ર૭ કરોડના ખર્ચે આકાર પામેલી રોબોટિક ગેલેરી અને રૂ. ૧૪ કરોડના ખર્ચે તૈયાર થયેલ નેચર પાર્કનો લોકાર્પણ પ્રધાનમંત્રીશ્રીના હસ્તે થશે. વડાપ્રધાન મોદી ગાંધીનગરથી વારાણસી વચ્ચે નવી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનને પણ વર્ચ્યુઅલ પ્રસ્થાન સંકેત આપી આ નવી ટ્રેન સેવાનો શુભારંભ કરાવવાના છે. 



ગાંધીનગરથી વરેઠા મેમુ સેવાનો શુભારંભ પણ વડાપ્રધાન આ અવસરે કરાવશે. પ્રધાનમંત્રીના હસ્તે આ પ્રસંગે સુરેન્દ્રનગર-પીપાવાવ ર૬૬ કિ.મીટર રેલ્વે ઇલેકટ્રીફિકેશન કામગીરીનો લોકાર્પણ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા-વરેઠા (વડનગર સ્ટેશન સહિત)ના ઇલેકટ્રી ફાઇડ બ્રોડગેજ રેલ ખંડનો પ્રજાર્પણ કરશે.  આ બધા જ લોકાર્પણોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થશે. 

આ અવસરે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ  સાથે ભારત સરકારના રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યમંત્રી દર્શનાબહેન જરદોશ અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ આ કાર્યક્રમમાં પ્રત્યક્ષપણે જોડાવાના છે.

કોરોનાની ત્રીજી લહેર કેવો મચાવશે કહેર? જાણો IMAના પ્રમુખે શું કર્યો મોટો દાવો?


રાજકોટઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હવે કોરોનાની બીજી લહેર ધીમી પડી રહી છે. જોકે, તજજ્ઞો દ્વારા કોરોનાની ત્રીજી લહેરને લઈને આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટના (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન)IMA ના પ્રમુખ પ્રફુલ કમાણીએ ત્રીજી લહેરને લઈ મોટો દાવો કર્યો છે. તેમનો દાવો છે કે, ત્રીજી લહેર આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. 


IMAના પ્રમુખે કહ્યું ત્રીજી લહેર ઘર-પરિવાર જ નહીં, પણ શેરી અને આખા એપાર્ટમેન્ટ સંક્રમિત થશે. તેમનો દાવો છે કે, ત્રીજી લહેર આવે તો શેરી-મહોલ્લા અને આખા એપાર્ટમેન્ટ કોરોનાથી સંક્રમિત થશે. દરિયામાં જેમ મોજા આવે છે એમ આ ત્રીજી લહેર આવશે. કોઈને ડરવાની વાત નથી. બાળકોને વધુ ચેપ લાગશે. તમામ લોકો વેક્સીન લઈ લે અને સતર્કતા રાખે.


તેમણે જણાવ્યું હતું કે, વાયરસ બધી જગ્યાઓ પર હશે. માસ્ક 2022 સુધી કોઈ ન કાઢે. ખાસ તહેવારોમાં ખોટા મેડાવળાઓ ન થાય. દરેક લોકો તકેદારી રાખે. જે લોકોએ વેક્સીન લીધી તે સંક્રમિત ઓછા થયા છે અને મૃત્યુ દર ઓછો છે.