Gujarat Vidhansabha Monsoon Session: ગુજરાતના મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભામાં ત્રણ દિવસીય ચોમાસુ સત્ર શરૂ થઇ રહ્યું છે. ગુજરાતના રાજકારણમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે અને તે મુજબ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર બોલાવામાં આવ્યું છે. માહિતી મુજબ વિધાનસભાનું ચોમાસુ સત્ર 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. માત્ર ત્રણ દિવસના ટૂંકા સત્રમાં જ વિવિધ બાબતોને આવરી લેવાશે. આ ચોમાસુ સત્રમાં પહેલા દિવસે શોકદર્શક ઠરાવનો ઉલ્લેખ કરાશે. સત્રમાં 8, 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન સરકારી કામકાજ અને સરકારી વિધેયકો ગૃહમાં રજૂ કરાશે.
ગુજરાતમાં રાજ્ય વિધાનસભાના ચોમાસું સત્રની જાહેરાત કરવામાં આવી છે. ત્રણ દિવસીય ચોમાસું સત્રની જાહેરાત કરવામા આવી છે, જે અંતર્ગત આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બર એમ 3 દિવસ સુધી ચોમાસું સત્ર મળશે, અને 20 ઓગસ્ટ સુધી ધારાસભ્યો તારાંકિત પ્રશ્નોની સૂચના આપી શકશે. વિધાનસભાએ સત્ર સંબંધિત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ગુજરાતના માછીમારોના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય, જાણો
મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, માછીમારીની નવી સીઝન શરુ થાય તેના પાંચ દિવસ આગાઉ 11 ઓગસ્ટથી જ બોટ માટે ડીઝલ વિતરણ શરુ કરાશે. સીઝનની શરૂઆતમાં ડીઝલ માટે બંદરો પર સર્જાતા ટ્રાફિકને ધ્યાને રાખીને રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. માછીમાર સંગઠનો દ્વારા રાજ્ય સરકરને કરવામાં આવેલી રજૂઆતને હકારાત્મક વાચા આપતા મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ વધુ એક માછીમાર હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી તા. 16 ઓગસ્ટથી રાજ્યમાં શરુ થઇ રહેલી નવી માછીમારી સીઝન માટે માછીમાર ભાઈઓને બોટ માટે ડીઝલ વિતરણ તારીખ 11 ઓગસ્ટથી જ શરુ કરી દેવામાં આવશે.
આ સંદર્ભે મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા પરિપત્રિત કરાયા મુજબ આગામી તા. 16 ઓગસ્ટથી નવી માછીમારી સીઝન શરુ થવા જઈ રહી છે. માછીમારી માટે જતા માછીમાર ભાઈઓની બોટ માટે સીઝન શરુ થાય ત્યારથી રાજ્ય સરકાર દ્વારા ડીઝલ વિતરણ કરવામાં આવે છે. સીઝન શરુ થવાના દિવસે જ ડીઝલ વિતરણ થતા બંદરો પર બોટનો ટ્રાફિક સર્જાય છે અને માછીમારોને વિવિધ મુશ્કેલીઓ થાય છે. જેથી સીઝન શરુ થાય તે આગાઉ જ ડીઝલ વિતરણ માટેની પરવાનગી આપવા ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાંથી અનેક માછીમાર આગેવાનો અને સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
માછીમાર આગેવાનો અને સંગઠનોની આ રજૂઆત રાજ્ય સરકારને યોગ્ય જણાઈ આવતા, તાત્કાલિક ધોરણે આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. સીઝનની શરૂઆતમાં જ માછીમારો ભાઈઓને કોઈપણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે પાંચ દિવસ અગાઉથી એટલે કે, તા. 11 ઓગસ્ટથી જ ડીઝલ વિતરણની કામગીરી શરુ કરવામાં આવશે, તેમ મત્સ્યોદ્યોગ મંત્રીએ ઉમેર્યું હતું.