Press Conference: ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે પૂરતા પ્રયાસ કરી રહી છે, કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારે પણ જનતાને આત્મનિર્ભર થવા માટે પ્રેરિત કરી રહી છે. આજે ગાંધીનગરના ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે એક પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી, જેમાં સ્વદેશી અપનાવવા પર ભાર મુક્યો હતો, તેમને જણાવ્યું કે, 90 દિવસ સુધી આત્મનિર્ભર ભારત અભિયાન ચાલશે. દેખા-દેખીમાં વિદેશી વસ્તુઓ ના ખરીદો પરંતુ સ્વદેશી વસ્તુઓ ખરીદો. આ અભિયાનના ઇન્ચાર્જ તરીકે પ્રદિપસિંહ જાડેજાને જવાબદારી સોંપાઇ છે.

Continues below advertisement

ગાંધીનગરના કોબા ખાતેના શ્રી કમલમમાં આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી, આમાં મહત્વનો મુદ્દો સ્વદેશી અપનાવવાનો હતો. પ્રેસ કૉન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યની જનતાને અપીલ કરી હતી કે, હંમેશા સ્વદેશી અપનાવવું જોઇએ જેથી દેશના વિકાસમાં આપણે મહત્વનો ફાળો આપી શકીએ. સીએમ પટેલ જણાવ્યું કે, ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનશે, સ્વદેશીના નારાને બુલંદ બનાવવો જરૂરી છે. મેક ઈન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયાથી ઈમ્પોર્ટરથી એક્સપોર્ટર બન્યા છે. ભારત હવે આયાતકાર નહીં પણ નિર્યાતકાર દેશ બનશે. આત્મનિર્ભર ભારતના નારાને યુવા આગળ વધારશે. સરકાર સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરી રહી છે. આત્મનિર્ભર અભિયાનને જન આંદોલન બનાવાશે. ખાદીનું વેચાણ વધીને 1.70 લાખ કરોડનું થયુ છે. GSTના દરમાં ફેરફારથી દેશવાસીઓને મોટો ફાયદો થશે. મધ્યમ અને લઘુ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવાની સરકારની નીતિ છે. 

પ્રેસ કૉન્ફરન્સમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ જનતાને અપીલ કરી છે કે, હવે આત્મનિર્ભર બનો, અને સ્વદેશી અપનાવો. દેખા-દેખીમાં વિદેશી વસ્તુઓ ના ખરીદવી જોઇએ. ખાસ વાત છે કે, 90 દિવસ સુધી આત્મનિર્ભર ભારતનું અભિયાન ચલાવશે, જેમાં પ્રદિપસિંહ જાડેજા આત્મનિર્ભર ભારત અભિયાનના ઈન્ચાર્જ છે.