હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 33 જિલ્લાના 245 તાલુકાઓમાં નોંધાયો વરસાદ ખાબક્યો છે. ત્યારે ચરોતરમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આણંદ જિલ્લામાં 12.59 ઈંચ વરસાદ ખાબક્યો છે જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. ધોધમાર વરસા વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ભારે વરસાદને કારણે નદી-નાળા બે કાંઠ વહેતા થયા હતાં.
સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હોય તેવું લાગી રહ્યું છે. જેમાં લખતરમાં 9, નડિયાદમાં 8, બારડોલીમાં 6.5, બોરસદમાં 6.5 પેટલાદ અને વઢવાણમાં 6 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે મહુધા-ડેડિયાપાડામાં 5 ઇંચ, ઉમરપાડા અને આંકલાવમાં પોણા 5 ઇંચ વરસાદ ખાબક્યો છે.
સાણંદ અને ખંભાતમાં સવા 4 ઈંચ, સોનગઢ, કામરેજ, તારાપુરમાં 4 ઈંચ વરસાદ જ્યારે ધ્રાંગધ્રામાં પોણા 4 ઈંચ, લીંમડી અને સાગબારામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે.
નોંધનીય છે કે, ગુજરાતના ઘણાં વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે જેમાં સવાર 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 125 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડા અને માંડવીમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે.
આણંદમાં 24 કલાકમાં 12.59 ઈંચ વરસાદ ખાબક્યો, ગુજરાતના બીજા કયા શહેરોમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Aug 2020 09:27 AM (IST)
હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 33 જિલ્લાના 245 તાલુકાઓમાં નોંધાયો વરસાદ ખાબક્યો છે. ત્યારે ચરોતરમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -