Gujarat Rain: હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારો માટે આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરી છે. આ આગાહી મુજબ, ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે, જ્યારે પવનની ગતિ પણ તેજ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ કલાકમાં નીચેના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે:

મધ્યમ વરસાદની આગાહી (પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક)

  • કચ્છ
  • જામનગર
  • દેવભૂમિ દ્વારકા
  • પોરબંદર
  • જૂનાગઢ

હળવા વરસાદની આગાહી

  • બનાસકાંઠા
  • પાટણ
  • મહેસાણા
  • સાબરકાંઠા
  • ગાંધીનગર
  • અમદાવાદ
  • ભરૂચ
  • સુરત
  • તાપી
  • નવસારી
  • વલસાડ
  • ડાંગ
  • દમણ
  • દાદરા નગર હવેલી
  • સુરેન્દ્રનગર
  • મોરબી
  • રાજકોટ
  • ગીર સોમનાથ
  • દીવ

આ આગાહીને પગલે, સ્થાનિક વહીવટી તંત્રને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે અને લોકોને પણ જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાતના આ 3 જિલ્લામાં યલો એલર્ટ

ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં ડિપ્રેશન સક્રિય થતા સાત દિવસ છૂટછવાયા મધ્યમ  વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આજે વરસાદને લઇને ત્રણ જિલ્લામાં  યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  છેલ્લા 2 સપ્તાહથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે, જો કે હવે ફરી ધીમે ધીમે વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે. ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં ડિપ્રેશન સક્રિય થતા તેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે. આગામી 7 દિવસ હવામાન વિભાગે છૂટછવાયા મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. ઉલ્લેખનિય છે કે, એક ડિપ્રેશન બંગાળની ખાડીમાં પણ સર્જાઇ રહ્યું છે. જેની અસર 23 જુલાઇ બાદ જોવા મળશે. હવામાન વિભાગે 23 જુલાઇ સુધી ભારે સાર્વત્રિક વરસાદની શકયતાને નકારી છે. આ દિવસોમાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. જો કે 24 જુલાઇ બાદ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઇ રહી છે. જેના પગલે ગુજરાતમાં 24 જુલાઇ બાદ ફરી એક સાર્વત્રિક સારા વરસાદનો રાઉન્ડ શરૂ થઇ શકે. હાલની પરિસ્થિતિને જોતા અને હવામાનના મોડલના આંકલન મુજબ આગામી 7 દિવસ ગુજરાતમાં છૂટછવાયો સામાન્ય વરસાદ વરસી શકે છે.

આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ શકયતા હવામાન વિભાગે કરી છે.  આગામી 24 કલાક ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં  વરસાદનું અનુમાન છે. ઉત્તર પૂર્વ રાજસ્થાન પર ડિપ્રેશન સક્રિય બન્યું છે. આગાહી મુજબ 40 થી 50 કિ.મી.ની ઝડપે દરિયાકાંઠે પવન ફૂંકાશે. અમદાવાદ અને ગાંધીનગર માં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી  છે. વરસાદને લઇને બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર માં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે