ભાજપના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકી પણ આજે વ્હીલચેર પર મતદાન કરવા આવ્યા હતા. તેમની પણ નાદૂરસ્ત તબિયત હોય તેમના વતી પ્રોક્સી વોટ હીરા સોલંકી આપશે. આ સિવાય નરોડાના ભાજપના ધારાસભ્ય બમલરામ થાવાણી પણ વ્હીલચેર પર બેસીને મતદાન કરવા આવ્યા હતા. નોંધનીય છે કે, બલરામ થાવાણીને થોડા સમય પહેલા જ કોરોનાનો ચેપ લાગ્યો હતો. જેથી તેમની તબિયત પણ નાદૂરસ્ત હોય તેઓ વ્હીલચેર પર મતદાન કરવા પહોંચ્યા હતા.
રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવા કેટલા ધારાસભ્યો આવ્યા વ્હીલચેરમાં? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jun 2020 10:37 AM (IST)
આજે ભાજપના ત્રણ ધારાસભ્યો વ્હીલચેર પર મતદાન કરવા આવી પહોચ્યા હતા.
NEXT
PREV
ગાંધીનગરઃ આજે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. હાલ, ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો મતદાન કરી રહ્યા છે. ત્યારે આજે ભાજપના ત્રણ ધારાસભ્યો વ્હીલચેર પર મતદાન કરવા આવી પહોચ્યા હતા. આજે ભાજપના માતરના ધારાસભ્ય કેસરીસિંહ સ્ટ્રેચર પર મત આપવા માટે પહોંચ્યા હતા. આ પછી તેમને વ્હીલચેર પર બેસાડી અંદર લઈ જવાયા હતા.
ભાજપના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકી પણ આજે વ્હીલચેર પર મતદાન કરવા આવ્યા હતા. તેમની પણ નાદૂરસ્ત તબિયત હોય તેમના વતી પ્રોક્સી વોટ હીરા સોલંકી આપશે. આ સિવાય નરોડાના ભાજપના ધારાસભ્ય બમલરામ થાવાણી પણ વ્હીલચેર પર બેસીને મતદાન કરવા આવ્યા હતા. નોંધનીય છે કે, બલરામ થાવાણીને થોડા સમય પહેલા જ કોરોનાનો ચેપ લાગ્યો હતો. જેથી તેમની તબિયત પણ નાદૂરસ્ત હોય તેઓ વ્હીલચેર પર મતદાન કરવા પહોંચ્યા હતા.
ભાજપના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકી પણ આજે વ્હીલચેર પર મતદાન કરવા આવ્યા હતા. તેમની પણ નાદૂરસ્ત તબિયત હોય તેમના વતી પ્રોક્સી વોટ હીરા સોલંકી આપશે. આ સિવાય નરોડાના ભાજપના ધારાસભ્ય બમલરામ થાવાણી પણ વ્હીલચેર પર બેસીને મતદાન કરવા આવ્યા હતા. નોંધનીય છે કે, બલરામ થાવાણીને થોડા સમય પહેલા જ કોરોનાનો ચેપ લાગ્યો હતો. જેથી તેમની તબિયત પણ નાદૂરસ્ત હોય તેઓ વ્હીલચેર પર મતદાન કરવા પહોંચ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -