રૂપાણી સરકારના સીનિયર મંત્રીનો પ્રદીપસિંહને પત્રઃ જાતિગત ઈમેજ અને મલિન ઈરાદા માટે બુલેટ પર ફુલ સ્પીડમાં ઈસમો નિકળે છે..........
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Feb 2021 11:01 AM (IST)
વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખીને જાતિગત ઈમેજ ઉભી કરવા તથા મલિન ઈરાદા માચે કેટલાક યુવાનો દ્વારા આ રીતે ફુલ સ્પીડમાં ને મોટા અવાજે બુલેટ ભગાવાય છે તે પ્રવૃત્તિ અટકાવવા અને કાર્યવાહી કરવા માગ કરી છે.
ફાઇલ ફોટો.
ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારના વરિષ્ઠ મંત્રી આર.સી. ફળદુએ રાજ્યના શહેરોમાં મોટો અવાજ કરતા બુલેટ ફૂલ સ્પીડમાં ચલાવીને ન્યૂસન્સ ઊભું કરતા યુવાનો સામે પગલાં લેવા રાજ્ય કક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખ્યો છે. વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખીને જાતિગત ઈમેજ ઉભી કરવા તથા મલિન ઈરાદા માચે કેટલાક યુવાનો દ્વારા આ રીતે ફુલ સ્પીડમાં ને મોટા અવાજે બુલેટ ભગાવાય છે તે પ્રવૃત્તિ અટકાવવા અને કાર્યવાહી કરવા માગ કરી છે. તેમણે લખ્યું છે કે, ગાંધીનગરના જાગૃત નાગરિકો તરફથી મળેલી રજૂઆતોના પગલે આ કાર્યવાહી માટે માગ કરી છે. ફળદુએ પત્રમાં લખ્યું છે કે, પોતાની જાતિગત ઇમેજ ઊભી કરવા તથા રાહદારીઓનું ધ્યાન પોતાના તરફ આકર્ષાય અને તેમના મલીન ઇરાદાઓ સફળ થાય તે માટે બુલેટ લઈને ફૂલ સ્પીડમાં નીકળે છે. આ રજૂઆત પરત્વે નિયમોનુસાર કાર્યવાહી કરવા ભલામણ છે. જાગૃત નાગરિકો દ્વારા આક્ષેપ કરાયો છે કે, સાઇલેન્સરનો અવાજ, ન્યૂસન્સ એટલો વિસ્ફોટક અને ભયાનક હોય છે કે નાનાં બાળકોને હંમેશાં માટે બહેરાશ આવી જાય છે. તેમજ આસપાસ વાહન ચલાવતા વ્યક્તિનું ધ્યાન વિચલિત થવાના કારણે અકસ્માતો પણ થતાં હોય છે.