ચૂંટણીની આચારસંહિતાના કારણે વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિએ આ અંગેની જાહેરાત કરી હતી. ચૂંટણી આચારસંહિતાના કારણે વિદ્યા સહાયકોની ભરતી અટકાવામાં આવી હતી. ધો.1થી 5, 6થી 8ના દિવ્યાંગ ઉમેદવારોની ભરતી પ્રક્રિયા અટકાવાઇ હતી. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. 10 અને 12મી જૂનના રોજ જિલ્લા કક્ષાએ શાળા - સ્થળ પસંદગી અને નિમણૂક આપવાની હતી. પેટાચૂંટણી અને ગ્રામ પંચાયતોની ચૂંટણીના કારણે ભરતી પ્રક્રિયા મોકૂફ રખાઈ છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ ભરતી પ્રક્રિયા ફરીથી હાથ ધરવામાં આવશે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિએ આ અંગેની જાહેરાત કરી હતી.
સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની મોટી ઘટ હોવાની શાળા સંચાલક મંડળે સરકારને રજૂઆત કરી હતી. કાયમી શિક્ષકો ન મળે ત્યાં સુધી પ્રવાસી શિક્ષકો આપવાની માંગણી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે 800થી વધુ શિક્ષકો નિવૃત્ત થતાં શિક્ષકોની ઘટ પડી છે. કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા હજુ સુધી પૂર્ણ થઇ નથી. 9 જૂનથી શાળાઓ શરૂ થાય તે પહેલાં પ્રવાસી શિક્ષકો ફાળવવા શાળા સંચાલક મંડળે રજૂઆત કરી હતી. નોંધનીય છે કે અગાઉ વિદ્યાસહાયક ભરતી (ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ) વર્ષ 2024 ની ભરતી અંગે ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા 22 મે 2025થી શરૂ કરવામાં આવી હતી. જિલ્લા પસંદગીની પ્રક્રિયા દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક થયેલ ઉમેદવાર માર્કશીટમાં અંતિમ ખાનામાં માત્ર રિઝલ્ટ શબ્દનો ઉલ્લેખ હોવાથી પ્રથમ વર્ષ, બીજા વર્ષ અને ત્રીજા વર્ષની માર્કશીટના કુલગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરીને ટકાવારી કાઢતા ઉમેદવારોનાં મેરીટમાં ફેરફાર થતા ઉમેદવારોમાં અસંતોષ જોવા મળી રહ્યો હતો.
જેથી કોઇ પણ ઉમેદવારને નુકસાન ન થાય તે માટે 22 મેથી 31 મે સુધી કરવામાં આવેલી જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ્દ કરવાનો અને વિદ્યાસહાયક ભરતીની પસંદગી પ્રક્રિયાના નિયમો 20-01-2017 ના જાહેરનામાના ફકરા 8 (2)(1) અનુસાર સ્નાતકની ત્રીજા વર્ષની માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણના આધારે જ મેરીટ ગણતરીમાં નવેસરથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવાનો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. આ અંગે નવેસરથી જિલ્લા પસંદગી અંગેનો નવો કાર્યક્રમ વેબસાઇટ પર જાહેર કરાશે.