Republic Day Celebration: ૭૬ મા ગણતંત્ર દિનની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નવી દિલ્હી ખાતે થનાર છે. જેમાં વિવિધ રાજ્યો દ્વારા અલગ અલગ થીમ આધારિત ટેબ્લો રજૂ થશે. આ ટેબ્લોમાં રજૂ થનાર સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્પર્ધા ૨૧મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે યોજાઈ હતી. જેમાં ગુજરાત ટેબ્લો સાથે આવેલા કલાકારો દ્વારા રજૂ કરવામાં આવેલા સાંસ્કૃતિક પરફોર્મન્સ ત્રીજા ક્રમે વિજેતા બન્યું છે જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે.

Continues below advertisement

ભારત સરકાર દ્વારા યોજાનાર ગણતંત્ર દિનની ઉજવણીમાં વિવિધ રાજ્યો દ્વારા પ્રતિવર્ષ ટેબ્લો રજૂ કરવામાં આવે છે. આ રાજ્યોના માધ્યમથી સાંસ્કૃતિક દ્રષ્ટિએ પ્રતિનિધિત્વ કરતા કલાકારો દ્વારા રાષ્ટ્રીય રંગશાળા શિબિર દિલ્હી કેન્ટોન્મેન્ટ ખાતેના “ઝંકાર હોલ”ખાતે સાંસ્કૃતિક સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં ગુજરાત ત્રીજા ક્રમે, ગોવા પ્રથમ ક્રમે અને ઉતરાખંડ બીજા ક્રમે વિજેતા બન્યું હતું. જ્યારે પ્રોત્સાહક ઇનામ પશ્ચિમ બંગાળને મળ્યું હતું. 

અત્રે ઉલ્લેખનીય છે, ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા યોજાયેલ આ સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર સરકારના વિભાગો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પારંપારિક નૃત્યો યોજાયા હતા. જેમાં ચાર ઇનામોની જાહેરાત કરાઈ હતી. જેમાં ગુજરાતના પ્રચલિત ‘મણિયારા રાસ નૃત્ય’ને ત્રીજો ક્રમ મળ્યો હતો. આ કાર્યક્રમના અંતે રાજ્ય સરકાર વતી સાંસ્કૃતિક ગ્રુપના કલાકારોએ ટ્રોફી સ્વીકારી હતી.

Continues below advertisement

ગણતંત્ર દિવસની પરેડ જોવા જઇ રહ્યા છો તો સાથે ક્યારેય ના લઇ જવી જોઇએ આ વસ્તુઓ

ભારતમાં દર વર્ષની જેમ 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે. આ પરેડ 75મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આયોજિત કરવામાં આવી છે. પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા અને દેશના શક્તિ પ્રદર્શનના સાક્ષી બનવા માટે લાખો લોકો એકઠા થાય છે. 2025ના પ્રજાસત્તાક દિવસની થીમ સુવર્ણ ભારત: વારસો અને વિકાસ છે. પ્રજાસત્તાક દિવસની પરેડ સવારે 10:30 વાગ્યે શરૂ થશે.

દર વર્ષે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કર્તવ્ય પથ પર ભવ્ય પ્રજાસત્તાક દિવસ પરેડનું આયોજન કરવામાં આવે છે. પ્રજાસત્તાક દિવસની પરેડ ભારતીય સંસ્કૃતિના પ્રદર્શન સાથે શરૂ થશે જ્યાં 300થી વધુ સાંસ્કૃતિક કલાકારો વિવિધ સંગીત રજૂ કરશે. જે સમગ્ર દેશના વિવિધ સૂરોને એકસાથે રજૂ કરશે. જો તમે પણ પ્રજાસત્તાક દિવસની પરેડમાં જવાનું વિચારી રહ્યા છો તો પરેડમાં કઈ વસ્તુઓ લઈ જઈ શકાતી નથી તેના પર એક નજર નાખો.

કઈ વસ્તુઓ લઈ શકાતી નથી

પ્રજાસત્તાક દિવસની પરેડમાં અમુક વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે એક એડવાઈઝરી જાહેર કરી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે તમે પરેડમાં કઈ વસ્તુઓ લાવી શકતા નથી.

  • ખાવા-પીવાની ચીજવસ્તુઓ
  • બેગ, બ્રીફકેસ
  • રેડિયો, ટ્રાન્ઝિસ્ટર, ટેપ રેકોર્ડર, પેજર
  • કેમેરા, બાયનોક્યુલર, હેન્ડીકેમ
  • થર્મસ, પાણીની બોટલ, કેન, છત્રી, રમકડાની પિસ્તોલ/રમકડું
  • જ્વલનશીલ વસ્તુઓ, માચિસ
  • ડિજિટલ ડાયરીઝ, પામ-ટોપ કમ્પ્યુટર્સ, આઈપેડ, આઈપોડ, ટેબ્લેટ, પેનડ્રાઈવ
  • સિગારેટ, બીડી, લાઇટર
  • દારૂ, પરફ્યુમ, સ્પ્રે, ફાયરઆર્મ્સ (રેપ્લિકા ફાયર આર્મ્સ)
  • તીક્ષ્ણ હથિયારો, તલવાર, સ્ક્રુડ્રાઈવર
  • લેસર લાઇટ, પાવર બેન્ક, મોબાઇલ ચાર્જર, ઇયરફોન
  • ચાકૂ, કાતર, રેઝર, બ્લેડ, વાયર
  • શસ્ત્રો અને દારૂગોળો, ફટાકડા વગેરે
  • રિમેટ નિયંત્રિત કાર લોક ચાવીઓ

મુખ્ય મહેમાન કોણ હશે?

આ વર્ષે પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાન ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિઆંતો હશે, જે ભારતની સંસ્કૃતિ, વિકાસ અને વારસાની એક અનોખી ઝલક જોશે. આ સાથે આ કાર્યક્રમમાં ભારતમાંથી વિવિધ ક્ષેત્રોમાં કુશળતા ધરાવતા લગભગ 10 હજાર લોકોને ખાસ મહેમાનો તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો....

Weather Update: રાજ્યમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ, આ તારીખથી ફરી હાડ થીજાવતી ઠંડીની આગાહી