ભાવનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેનું 2017માં ઉદ્ઘાટન કર્યું હતું તેવી ઘોઘા-દહેજ રો રો ફેરી આજથી અનિશ્ચિતકાળ માટે બંધ થઈ રહી છે. નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવ્યું હતું અને છેક 2018માં રો-રો ફેરી પૂર્ણ ક્ષમતાએ શરૂ થઈ હતી.
આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સુત્રો પ્રમાણે, રો-રો ફેરીનું સંચાલન કરતી કંપનીએ તેને અનિશ્ચિતકાળ માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. મતલબ કે, આજથી બંધ થયા બાદ રો-રો ફેરી ક્યારે શરૂ થશે તે કંઈ નક્કી થયું નથી.
સુત્રો પ્રમાણે, દહેજના દરિયાકાંઠે જરૂરી ઉંડાઈ ન મળતી હોવાના કારણે રો-રો ફેરી ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ઘોઘા બંદર નજીક પણ રો-રો ફેરીમાં પાણી વધારે ઉંડું ન હોવાથી કૂલિંગ પાઈપ વાટે એન્જિનમાં દરિયાની રેતી તેમજ પ્લાસ્ટિક જેવો કચરો ઘૂસી જતાં રો-રો ફેરી બંધ થઈ ગઈ હતી.
ગુજરાતના આંગણે ચાલતી રો-રો ફેરી સર્વિસ આજથી અનિશ્ચિતકાળ માટે થઈ બંધ? જાણો કેમ
abpasmita.in
Updated at:
24 Sep 2019 09:05 AM (IST)
દહેજના દરિયાકાંઠે જરૂરી ઉંડાઈ ન મળતી હોવાના કારણે રો-રો ફેરી ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -