ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે ગાંધીનગર રૂપાલમાં વરદાયિની માતાના મંદિરમાં નવનિર્મિત સુવર્ણ જડિત ગર્ભગૃહના અને દ્વારનું લોકાર્પણ કરાવશે. મંદિર પરિસરમાં ગોખના દ્વાર પણ સોનાથી જડિત કરાયા છે. એક દાતા દ્વારા સોનાનું દાન કરવામાં આવ્યું છે.




વરદાયિની માતાજી.




ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એક્શનમાં આવી ગયા છે. અમિત શાહ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ બેઠક માટે જશે. આજે બપોરે અમિત શાહ કમલમ ખાતે બેઠક કરશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને અન્ય મુખ્ય હોદેદારો સાથે અમિત શાહ બેઠક કરશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બાબતે સમીક્ષા કરશે. 


પોતાના કાર્યક્રમોમાં 12.30 થી 3.30 વાગ્યાના વચ્ચેના સમય દરમિયાન કમલમ પર બેઠક કરશે. અગાઉ કેન્સ વિલે ખાતે યોજાયેલ બેઠકમાં અમિત શાહ હાજર રહ્યા હતા.


Gujarat Election: અમિત શાહ બોલ્યા- કૉંગ્રેસ રાજમાં 11માં નંબર પર હતી દેશની અર્થવ્યવસ્થા, હવે મોટા નિર્ણયો ભારતની સલાહ વગર લેવાતા નથી


અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના બાવળામાં કિસાન સંમેલનમાં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે તે આપણી અર્થવ્યવસ્થાને 11મા નંબરથી 12મા સ્થાને લઈ ગઈ છે. તેમણે કહ્યું, 'સૌથી મોટી અર્થવ્યવસ્થા બનતા સમયે ભારત વિશ્વમાં 11મા ક્રમે હતું. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી તેને 5મા સ્થાને લાવ્યા. કોંગ્રેસ 11મા સ્થાનેથી 12મા સ્થાને લાવી હતી. પીએમ મોદીએ દેશને એવી સ્થિતિમાં લાવ્યા જ્યાં ભારતની વાત સાંભળ્યા વગર કોઈ મોટો નિર્ણય લઈ શકાય નહીં.


 










ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે ગાંધીનગર લોકસભામાં સ્થિત કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) દ્વારા સંચાલિત 350 બેડની હોસ્પિટલ અને કલોલમાં 150 બેડની હોસ્પિટલ બે દિવસમાં ખોલવા કહ્યું છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેના માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.


સોમવારનો પ્રવાસ અહીંથી શરૂ થયો હતો


ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સોમવારે અમિત શાહની ગુજરાત મુલાકાત સાયન્સ સિટી નજીક ભાડજ ઓવરબ્રિજ અને મિલન કેન્દ્ર સમાજ વાડીના ઉદ્ઘાટન સાથે શરૂ થઈ હતી. આ પછી તેમણે સાણંદના વિરોચનગરના પૌરાણિક મંદિરમાં મેલડી માતાજીની પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ ESIC હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો.


આપ આદમી પાર્ટીએ પણ ચૂંટણી માટે કમર કસી


દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન કહ્યું હતું કે કૉંગ્રેસવાળાને ઓફિસમાં લગાવવા માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સિવાય અન્ય કોઈનો ફોટો નથી મળતો.  આ સાથે જ ભાજપના લોકોને માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર જ મળે છે. ગુજરાતમાં આ વખતે ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણીના મેદાનમાં છે. રાજ્યમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જામશે. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022)યાજાવાની છે ત્યારે અત્યારથી તમામ પક્ષના નેતાઓ દ્વારા ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા ઘણા સમયથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.