ગાંધીનગર: ગુજરાતના વહીવટીતંત્રમાં ગતિશીલતા લાવવા માટે રૂપાણી સરકારે યોગ્ય પગલા ભરવાનું શરૂ કરી દીધું છે. જેના ભાગરૂપે રાતોરાત 750 નાયબ મામલતદારો અને 800 તલાટીઓની બદલી કરવામાં આવી છે. હાલ સરકારે દરેક દિલ્લામાં બદલીની પ્રક્રિયા હાથ ધરી દીધી છે. હાલ એવું માનવામાં આવી છે કે સંવેદનશીલ પોસ્ટ પરથી નાયબ મામલતદારોને બદલવામાં આવ્યા છે.

રૂપાણી સરકારે વહીવટી સુધારવા માટે આ મહત્વનો નિર્ણય લીધો છે. તેની સાથે 33 જિલ્લાઓમાં 3000 જેટલા મહેસૂલ સ્ટાફની પણ બદલી હાથ ધરવામાં આવી છે.