રૂપાણી સરકારે સી.આર. પાટીલને આપ્યો બંગલો, જાણો દર મહિને કેટલું ચૂકવવું પડશે ભાડૂ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Sep 2020 02:10 PM (IST)
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને રૂપાણી સરકારે ગાંધીનગરમાં સેક્ટર-9માં બંગલો આપ્યો છે.
ગાંધીનગરઃ નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને રૂપાણી સરકારે ગાંધીનગરમાં બંગલો આપ્યો છે. ગાંધીનગરમાં સેક્ટર-9માં સી.આર. પાટીલને બંગલો ફાળવવામાં આવ્યો છે. જોકે, આ બંગલો ભાડેથી આપવામાં આવ્યો છે અને દર મહિને તેમને આ બંગલાનું ભાડું ચૂકવવાનું રહેશે. માર્કેટર રેટથી ભાડાના દરે નવા પ્રદેશ ભાજપ અધ્યક્ષને બંગલો આપવામાં આવ્યો છે. હવે ગાંધીનગરમાં સી.આર. પાટીલનું નિવાસસ્થાન રહેશે. અંદાજે 40,00 પ્રતિ મહિના ભાડું આપવું પડશે.