ગાંધીનગરઃ ગુજરાત સરકારે દિવાળી પછી 23 નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગોમાં શિક્ષણ કાર્ય ચાલુ કરવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે કરેલી જાહેરાત પ્રમાણે 23 નવેમ્બરથી ધોરણ 9થી ધોરણ 12ની સ્કૂલો ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત રાજ્યોની તમામ કોલેજોમાં પણ શિક્ષણ કાર્ય શરૂ કરવાની જાહેરાત કરી છે. રાજ્યની મેડિકલ અને પેરા મેડિકલ કોલેજો ઉપરાંત અંતિમ વર્ષના વર્ગો શરૂ કરાશે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જાહેરાત કરી હતી. ત્યારે સ્કૂલોએ ભારત સરકારની એસઓપી(ગાઇડલાઇન)નું પાલન કરવું પડશે.


- ગુજરાતમાં ઓનલાઇન અભ્યાસની વ્યવસ્થા પણ ચાલુ રહેશે.
- ગુજરાત બોર્ડની તમામા શાળા કોલેજોને આ એસઓપી લાગુ રહેશે.
- શાળા કોલેજ માટે ફરજીયાત હાજરી ગણાશે નહીં.
- વાલીની પરવાનગી શાળા કોલેજોએ લેવી પડશે. વાલી સમતી માટે એક ફોર્મ આપવામા આવશે.
- પ્રાર્થના રીસેસમાં ભેગા ન થાય તે માટે કાળજી રાખીશું.
- ઓડ ઈવનનો વિકલ્પ એસઓપીમાં આપ્યો છે, જે અંગે શાળાનાં આચાર્ય નક્કી કરશે.
- બાળકનાં સ્વાસ્થ્યની ચિંતા કરીને અમે શિક્ષણ કાર્યા ફરી શરૂ કરવાનું નક્કી કર્યું છે.
- સ્કૂલોમાં શિક્ષકે થર્મલ ગનથી વિદ્યાર્થીની તપાસ કરવી પડશે.
- સ્કૂલના પ્રિન્સિપલે સાબૂથી હાથ ધોવાની વ્યવસ્થા, સોશિયલ ડિસ્ટન્સની વ્યવસ્થા કરવાની રહેશે.