ગાંધીનગરઃ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) એ તાજેતરમાં બોર્ડર મેનેજમેન્ટ અને ઇન્ટેલિજન્સની મહત્વપૂર્ણ થીમ પર ચાર દિવસીય ફેકલ્ટી કમ પ્રોફેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. આ પ્રોગ્રામનું આયોજન 05-08 ઓક્ટોબર 2020 દરમિયાન બોર્ડર મેનેજમેન્ટ એન્ડ ઇન્ટેલિજન્સ (સીબીએમઆઈ) દ્વારા સ્કૂલ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એન્ડ પોલીસ એડમિનિસ્ટ્રેશન (એસઆઈએસપીએ)ના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન યોજાયેલા વિવિધ સત્રો ભારતની સરહદ સુરક્ષાને મજબૂત કરવાથી સંબંધિત વિવિધ ક્ષેત્ર પર કેન્દ્રિત હતા. આ પ્રોગ્રામમાં ભારત અને વિદેશના 65 પ્રતિભાગીઓ દ્વારા તેમાં ભાગ લેવામાં આવ્યો હતો. સહભાગીઓમાં વિવિધ સુરક્ષા દળો અને એજન્સીઓના પ્રતિનિધિઓ, પોલીસ દળના સભ્યો, શિક્ષણવિદો અને અન્ય લોકો શામેલ હતા.



આ કાર્યક્રમના વક્તાઓમાં વિવિધ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ, નિવૃત્ત સૈન્ય અધિકારીઓ, ક્ષેત્રના વ્યવસાયિકો અને ભારતના તેમજ વિદેશી શિક્ષણવિદોનો સમાવેશ થાય છે.આ કાર્યક્રમનો હેતુ સુરક્ષા અધિકારીઓ, નીતિ નિર્માતાઓ અને સંશોધકોમાં બોર્ડર સિક્યુરિટીથી સંબંધિત અનેક વિષયો પર સશકત વ્યૂહરચના, બહેતર કામગીરી અને ઉત્કૃષ્ટ પરિણામ માટે ઊંડી સમજણ ઊભી કરવાનો હતો.બોર્ડર મેનેજમેન્ટ અને ઈન્ટેલિજન્સના ક્ષેત્રની વિસ્તૃત અને વધુ સાકલ્યવાદી સમજણ ફક્ત આ ક્ષેત્રમાં કામ કરતા લોગોને જ નહિ પરંતુ દેશની યુવા પીઢ઼ીને પણ દેશની સેના અને પોલીસ બળો દ્વારા ભારતની સીમા સુરક્ષા સશકત કરવા માટે થનારા પ્રયાસોથી અવગત કરાવવામાં મદદરૂપ બને છે.
રાષ્ટ્રીય મહત્ત્વની એક સંસ્થા,રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા દેશમાં રાષ્ટ્રીય સુરક્ષા ક્ષેત્રે એક મજબૂત શૈક્ષણિક માળખું બનાવવામાં અગ્રસર છે. આ પ્રોફેશનલ ડેવલપમેન્ટ કાર્યક્રમ, યુનિવર્સિટી દ્વારા આ દિશામાં અનેક કાર્યક્રમોમાંથી એક છે.
---xxx---