ગુજરાતમાં ક્યાં સુધી નહીં ખુલે શાળાઓ? રૂપાણી સરકારે લીધો મહત્વનો નિર્ણય, રાજ્યના લાખો વાલીઓને મોટી રાહત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Sep 2020 12:59 PM (IST)
ગુજરાતમાં દિવાળી બાદ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરશે.
ગાંધીનગરઃ ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે ગુજરાતમાં શાળાઓ શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દિવાળી પહેલા શાળાઓ શરૂ નહીં થાય. ગુજરાતમાં દિવાળી બાદ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરશે. જેને કારણે રાજ્યના લાખો વાલીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. કોરોનાની પરિસ્થિતિમાં સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.દિવાળી બાદ રાજ્યમાં કોરોના ની કેવી પરિસ્થિતિ છે તેના આધારે શાળાઓ શરૂ કરવા સંદર્ભે શિક્ષણ વિભાગ વિચારણા કરશે. નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસો હાલ 1300ને પાર થઈ ગયા છે. તેમજ હજુ પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે રૂપાણી સરકારે સ્કૂલ શરૂ કરવાને લઈને આ મોટો નિર્ણય લીધો છે.