સમગ્ર ગુજરાતમાં કોરોનાને ફેલાતો રોકવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જોકે આજે લોકડાઉનનો છેલ્લો દિવસ છે એટલે આજે સરકાર નવી ગાઈડ લાઈન જાહેર કરવાની છે તેમાં કયા વિસ્તારોમાં કેટલી છૂટ મળી શકે છે. જોકે આ પહેલા ગુજરાતના પાટનગર એવા ગાંધીનગર સેક્ટર 23ને મહાનગરપાલિકા દ્વારા કન્ટેઈનમેન્ટ ફ્રી જાહેર કરવામાં આવ્યું છે.
ગાંધીનગરમાં આવેલા સેક્ટર 23માં કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાતા સેક્ટર 23ને કન્ટેઈનમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતું જોકે 19 એપ્રિલ બાદ આજ સુધી સેક્ટર 23માં એક પણ કેસ નહીં નોંધાતા આ સેક્ટરને કન્ટેઈનમેન્ટ ફ્રી જાહેર કરવામાં આવ્યું છે.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે સેક્ટર 23ને કન્ટેઈનમેન્ટ ફ્રી જાહેર કરવામાં આવ્યું છે. આ સેક્ટરમાં છેલ્લા ઘણાં દિવસથી એક પણ કેસ ન નોંધાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગાંધીનગર: છેલ્લા ઘણાં દિવસથી એક પણ કેસ ન નોંધાતા આ સેક્ટરને કન્ટેઈનમેન્ટ ફ્રી જાહેર કર્યું?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 May 2020 11:51 AM (IST)
ગુજરાતના પાટનગર એવા ગાંધીનગર સેક્ટર 23ને મહાનગરપાલિકા દ્વારા કન્ટેઈનમેન્ટ ફ્રી જાહેર કરવામાં આવ્યું છે. 19 એપ્રિલ બાદ આજ સુધી સેક્ટર 23માં એક પણ કેસ નહીં નોંધાતા આ સેક્ટરને કન્ટેઈનમેન્ટ ફ્રી જાહેર કરવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -