Ambalal Patel Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (weather analysit Ambalal Patel) 26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી (heat wave) પડવાની અને 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં (rohin nakshatra) ગાજવીજ સાથે વરસાદ (lighting with ran) પડવાની આગાહી કરી છે. અંબાલાલના કહેવા મુજબ, 26 મે થી 4 જૂન વચ્ચે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે. જેની ઝડપ 120 કિલોમીટર રહેવાની શક્યતા છે.


જૂનની શરૂઆતમાં અરબસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા

પશ્ચિમ બંગાળ અને પૂર્વીય ભારતના ભાગોમાં ચક્રવાતની અસરથી પૂર આવવાની શક્યતા છે. 24 મે સુધીમાં અંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસાની શરૂઆત થશે. જૂનની શરૂઆતમાં અરબસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. ચક્રવાત ઓમાન તરફ નહીં ફંટાઈ તો દેશના પશ્ચિમ કિનારાના ભાગો, દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અસર થઈ શકે છે. 26 મે થી પવનની ગતિમાં વધારો થશે અને રાજ્યમાં 40 થી 45 કિલોમીટર ની ઝડપે પવન ફુંકાઈ શકે છે. ગુજરાતમાં નિયમિત ચોમાસાની શરૂઆત 14 થી 28 જૂન વચ્ચે થશે.



ચોમાસાના આગમન પહેલા વાવાઝોડાનું તોળાઈ રહ્યું છે સંકટ


ચોમાસાના આગમન પહેલા વધુ એક વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. પાંચ દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા છે. જેની ગુજરાતને પણ આંશિક રીતે અસર થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પશ્વિમ બંગાળની ખાડીમાં 22 મે આસપાસ લો પ્રેસર સર્જાશે અને 24 મેની આસપાસ બંગાળની ખાડીની મધ્યમાં તે ડીપ્રેશનમાં ફરેવાય તેવી શક્યતા છે. જો આ વાવાઝોડું શક્તિશાળી બને અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં 27 મે આસપાસ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે હજુ સુધી આ માટે કોઈ સ્પષ્ટ આગાહી મૌસમ વિભાગે કરી નથી. જો કે બીજી તરફ હવામાન વિભાગે 24 કલાકમાં બંગાળની ખાડીમાં તથા આંદામાન, નિકોબાર ટાપુઓમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધવાની આગાહી કરવામાં આવી છે.


ચોમાસાના આગમન પહેલા, બંગાળની ખાડી પર એક લો પ્રેશર વિસ્તાર બનતો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 22 મેની આસપાસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર તેની આગાહી કરી છે. તે જ સમયે, કેટલાક ફ્રીલાન્સ હવામાન આગાહી કરનારાઓનું કહેવું છે કે તેના કારણે ગંભીર ચક્રવાતની પણ સંભાવના છે.