ગાંધીનગર: 26મી જાન્યુઆરી 2024ના પ્રજાસત્તાક પર્વે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ''કર્તવ્ય પથ'' ઉપર ભવ્ય અને રંગારંગ પરડેનું આયોજન થઇ ગયું. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થયા. તો બીજી તરફ, ગુજરાત દ્વારા પણ 26 જાન્યુઆરીએ  ટેબ્લો કરવામાં આવ્યો હતો. ''ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ" નામનો ટેબ્લો પ્રદર્શીત કરવામાં આવ્યો હતો.જેને લોકો તરફથી ખુબ પ્રેમ મળ્યો હતો. સૌથી વધુ વોટ ગુજરાતના ટેબ્લોને મળ્યા છે. આમ ગુજરાતના ટેમ્બોએ દેશમાં ગૌરવ વધાર્યુ છે.


સીએમ ભૂપે્ન્દ્ર પટેલે કર્યું ટ્વીટ


 






આ અવસરે સીએમ ભૂપે્ન્દ્ર પટેલે કહ્યું કે, મને જણાવતા અત્યંત આનંદ થાય છે કે, પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત નવી દિલ્હી, કર્તવ્યપથ ખાતે આયોજિત પરેડમાં પ્રદર્શિત થયેલ ગુજરાતના ટેબ્લૉને પીપલ્સ ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યું છે. તેવી જ રીતે જજીસ ચોઇસ કેટેગરીમાં પણ ગુજરાતના ટેબ્લૉએ દ્વિતીય સ્થાન હાંસલ કરીને રાજ્યને અનેરું ગૌરવ અપાવ્યું છે.


ગુજરાતનો ટેબ્લૉ ''ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ" થીમ પર આભાર આધારિત હતો, જેમાં કચ્છની કલા અને સંસ્કૃતિના રોચક પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા.  ગુજરાતના ટેબ્લૉને સતત બીજા વર્ષે પીપલ્સ ચોઇસ શ્રેણીમાં પ્રથમ સ્થાન મળ્યું છે તે આપણા સૌ માટે વિશેષ ગૌરવની વાત છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષો અગાઉ ધોરડોનું સફેદ રણ વૈશ્વિક પ્રવાસન કેન્દ્ર બને તેવું સ્વપ્ન જોયું હતું. તેમના માર્ગદર્શનમાં શરૂ થયેલ કચ્છ અને ધોરડોના વિકાસના ફળસ્વરૂપે ધોરડોને  @UNWTO દ્વારા બેસ્ટ ટુરીઝમ વિલેજનું સન્માન મળ્યું છે, ત્યારે કચ્છના રણોત્સવ, ભૂંગા, હસ્તકલાઓ જેવા પાસાઓને આવરી લેતી આ ટેબ્લૉની થીમ ખૂબ પ્રસ્તુત છે. આ ટેબ્લૉના નિર્માણ તથા પ્રસ્તુતિકરણ સાથે સંકળાયેલ ટીમને તેમજ સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.ગુજરાતના ટેબ્લૉ માટે વોટ કરનાર સૌ નાગરિકોનો તેમજ તેના અંગે બહોળો પ્રચાર પ્રસાર કરનાર મીડિયાના મિત્રોનો પણ આભાર વ્યક્ત કરું છું. જય જય ગરવી ગુજરાત.