Gujarat Govt Budget 2024 News: 1લી ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે, આ સત્ર દરમિયાન ભૂપેન્દ્ર પટેલની સરકાર પોતાનું બજેટ 2024 રજૂ કરશે, બજેટને લઇને હવે મોટુ અપડેટ સામે આવ્યુ છે, વાત છે કે આ નાણાંકીય બજેટમાં ગુજરાત સરકાર જમીનના કાયદાઓમાં સુધારો કરી શકે છે. હાલમાં ત્રણ પ્રકરાના જુદાજુદા કાયદા ગુજરાતમાં અસ્તિત્વ ધરાવે છે. જેમાં ફેરફારની પુરેપુરી શક્યતાઓ છે. 


ગુજરાત વિધાનસભાનું આગામી બજેટ ગૃહમાં રજૂ કરાશે. ભૂપેન્દ્ર પટેલ સરકાર આ નવા બજેટ 2024માં કેટલાક સુધારા આપી શકે છે. હાલમાં માહિતી છે કે, વિધાનસભાના આગામી બજેટ સત્રમાં સરકાર જમીનના કાયદામાં સુધારો કરશે. 'ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક 2024' ગૃહમાં રજૂ થશે. ગુજરાતમાં હાલ ત્રણ જુદાજુદા ગણોત વહીવટના કાયદા અમલમાં છે. તમામ ત્રણ કાયદાની વિવિધ કલમોમાં સુધારા કરી ખેતીની જમીન બિનખેતી કરવા સરકાર મંજૂરી આપશે, વિવિધ વિસ્તારમાં બિનખેતી કરવા માટે 30મી જૂન 2015 અંતિમ તારીખ જાહેર કરાઈ હતી, કેટલીક સંસ્થા, કંપની અને ટ્રસ્ટ દ્વારા અરજી કરવાની બાકી હોવાથી જમીનનો હેતુફેર થઈ શક્યો નથી, આવી સંસ્થાઓ, કંપનીઓ અને ટ્રસ્ટની રજૂઆતના પગલે હેતુફેર કરવાની સમયમર્યાદા વધારવા કાયદામાં સુધારાઓ કરાશે. ખાસ વાત છે કે, આ કાયદો અમલમાં આવતા રાજ્યના વિવિધ વિસ્તારમાં વર્ષ 2015 પહેલા ખરીદેલી જમીનનો હેતુફેર કરી શકાશે. ધાર્મિક, આરોગ્ય, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓ પોતાની જમીન બિનખેતી કરી શકશે.


હાલમાં અમલમાં આ ત્રણ કાયદાઓ છે - 


1 ગુજરાત રાજ્યના મુંબઈ વિસ્તારમાં ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ 1948 


2 ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ 1958 


3 ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ 1949


અમદાવાદ મનપાના વોર્ડ ઈન્સ્પેક્ટર વિરૂદ્ધ ACBની કાર્યવાહી, 2.75 કરોડની મળી અપ્રમાણસર મિલકત


અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણા વિરૂદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ  થયો છે. તપાસમાં  સત્તાવાર કરતા 306 ટકા વધુ મિલકત હોવાનો ઘટસ્ફોટ થયો છે. તેમની પાસેથી  2.75 કરોડની  અપ્રમાણસર મિલકત મળી આવી છે. ઉલ્લેખનિય છે કે કેટલીક સંપતી પત્ની-સંતાનોના નામે હોવાનું સામે આવ્યું છે. વૈષ્ણોદેવી વિસ્તારમાં સુનિલ રાણાનો ફ્લેટ છે ઉપરાંત જસમીન ગ્રીન-1માં બ્લોક Cના 503 લક્ઝુરીયસ ફ્લેટ છે. આ ફ્લેટ પત્ની મનીષા રાણાના નામે હોવાનો ખુલાસો  થયો છે. આ ફ્લેટ માત્ર ઇન્વેસ્ટ માટે લીધો હોવાથી બંધ હોવાની બાતમી મળી છે. આ લાંચિયા અધિકારી સુનીલ રાણાના સુઘડના મકાને  abp અસ્મિતાની ટીમ પહોંચી હતી. અહીં સુઘડની શ્રીબાલાજી અગોરા રેસીડેન્સીમાં  સુનીલ રાણાએ પત્નીના નામે ફ્લેટ લીધો છે. મનીષા રાણાના નામે F2મા 9 નંબરનો ફ્લેટ છે. વર્ષ 2014માં સુનીલ રાણા એ પત્નીના નામે ફ્લેટ ખરીદ્યો  હતો. સુનીલ રાણાએ અંદાજિત રૂ. 14 લાખમાં આ ફ્લેટ ખરીદ્યો હોવાની માહિતી મળી છે.


ઇમરાન ખેડાવાલેએ ભ્રષ્ટ્ર અધિકારી મામલે  આપ્યું નિવેદન


તો આ સમગ્ર મામલે  જમાલપુર ખાડીયા વિધાનસભાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું મોટું નિવેદન આપ્યું છે. સમગ્ર ગુજરાતમાં 50 કલાસ 1 અને 2 ના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની તપાસ અંગે સરકારમાં  અરજી ગઈ છે.  જો કે IAS, IPS અને GAS કક્ષાના અધિકારીઓ સામે તપાસ માટે સરકાર મંજૂરી આપતી નથી, સુનિલ રાણા નાની માછલી છે,મોટા મગરમચ્છ હજી બહાર ફરે છે,આગામી વિધાનસભામાં હું વિધાનસભા માં આ અંગે બિલ લાવવા માંગણી કરવાનો છે, 
કોટ વિસ્તારમાં નવા GDCR અને નવી પોલિસી માટે હું બિલ લાવવા પણ માંગણી કરવાનો છું.