TET-TAT Recruitment: ગુજરાતમાં વિધાનસભા સત્રમાં છેલ્લા બે દિવસથી રાજ્યમાં કેટલાક વિવિધ પડતર પ્રશ્નો અને કામોને લઇને વિપક્ષ દ્વારા હંગામો થઇ રહ્યો છે. ગઇકાલે કોંગ્રેસે સરકારને ઘેરવા માટે વૉકઆઉટ કર્યુ હતુ. એટલું જ નહીં રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી લટકેલી શિક્ષકોની ભરતી મુદ્દે TET-TAT ઉમેદવારોએ આંદોલન પણ છેડ્યુ હતુ, હવે આ મામલે સરકારે મોટી એક્શન લેતા રાજ્યમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વાત કરી છે. માર્ચેમાં ટેટ-ટાટ ઉમેદવારોની ભરતી માટે ડૉક્યૂમેન્ટ વેરિફિકેશન કરાશે અને એપ્રિલમાં ભરતી પ્રક્રિયાને પૂર્ણ કરાશે.
ગુજરાતમાં વિધાનસભામાં અત્યારે સત્ર ચાલી રહ્યું છે. વિપક્ષ દ્વારા સતત કાર્યવાહીની માગ અને ગાંધીનગરમાં TET-TAT ઉમેદવારોના આંદોલન બાદ હવે સરકારે એક્શન લીધી છે. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે TET-TAT ઉમેદવારોના આંદોલન શિક્ષકોની ભરતી પ્રક્રિયાને પૂર્ણ કરવાની તૈયારીઓ કરી લીધી છે. તાજા અપડેટ પ્રમાણે, ટેટ-ટાટ ઉમેદવારોના આંદોલન બાદ સરકારે રાજ્યમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા તેજ કરી દીધી છે. શિક્ષણ વિભાગે ભરતી મામલે થયેલી અને થનારી કામગીરી જાહેર કરી છે. હાલ ચાલી રહેલી ભરતી પ્રક્રિયાની કામગીરી જાહેર કરતાં જણાવ્યું છે કે, રાજ્યમાં શિક્ષણ સહાયક માટે 15 માર્ચ સુધીમાં ડૉક્યૂમેન્ટ વેરિફિકેશન લિસ્ટ બહાર પાડવામાં આવશે. બિનસરકારી માધ્યમિક શાળાઓ માટે 30 માર્ચ સુધીમાં વેરિફિકેશન લિસ્ટ બહાર પડાશે, તેમજ 25 માર્ચ સુધીમાં ડૉક્યૂમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ બહાર પાડવામાં આવશે. સાથે જ એપ્રિલ મહિનાના અંતમાં ભરતી પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવશે.
આ પણ વાંચો