શૈક્ષણિક વર્ષ 2025-26થી ગુજરાત બોર્ડના ધોરણ એકથી આઠના વિષયોમાં કોર્સ બદલાશે. આ ધોરણોના 19 પુસ્તક રદ કરી નવા લાગુ કરવામાં આવશે. તો ધોરણ બારમાં અર્થશાસ્ત્રનું પુસ્તક બદલાશે. મળતી જાણકારી અનુસાર, શૈક્ષણિક વર્ષ 2025-26થી ગુજરાત બોર્ડ હેઠળની સ્કૂલોમાં ધોરણ 1થી 8માં વિવિધ વિષયોમાં કોર્સ બદલાશે. જેથી 19 પુસ્તકો રદ કરીને નવા લાગુ કરવામાં આવશે. ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન સહિતના વિવિધ વિષયોના પુસ્તકો તમામ માધ્યમોમાં બદલાશે. જ્યારે ધોરણ 12માં અર્થશાસ્ત્ર વિષયમાં પણ એક નવું પ્રકરણ ઉમેરાતા આ વિષયનું પુસ્તક પણ બદલાશે.


તે સિવાય ધોરણ 3 અને 6માં ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણમાં એનસીઈઆરટી દ્વારા જો નવા પુસ્તકો ગુજરાતી માધ્યમમાં પ્રસિદ્ધ કરાશે તો જ આગામી વર્ષથી પુસ્તકો બદલાશે. એનસીઈઆરટી દ્વારા ધોરણ 3 અને 6માં બે વિષયમાં નવા પુસ્તકો બહાર પડાશે. જ્યારે ધોરણ 8માં ગણિત અને વિજ્ઞાન વિષયનું પુસ્તક હવે દ્રિભાષી એટલે કે અંગ્રેજી, ગુજરાતી શબ્દાર્થ સાથે તૈયાર થનાર છે. આમ લાખોની સંખ્યામાં પુસ્તકો નવા પ્રિન્ટ કરી સ્કૂલોમાં મોકલવામાં આવશે.


ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4092 શિક્ષણ સહાયકની ભરતી કરાશે. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 1608 શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવશે. બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2484 શિક્ષણ સહાયકોની ભરતી કરાશે. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુજરાતી વિષય માટે 1603 અને અંગ્રેજી માધ્યમ માટે 5 શિક્ષણ સહાયકની ભરતી કરાશે. બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમ માટે 2416 શિક્ષણ સહાયકની ભરતી કરાશે. બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંગ્રેજી માધ્યમ માટે 63 અને હિન્દી માધ્યમ માટે 5 શિક્ષણ સહાયકની ભરતી કરાશે. લાયકાત ધરાવતા ઉમેદવારો 10મી ઓક્ટોબર 2024થી 21મી ઓક્ટોબર 2024 સુધી અરજી કરી શકશે.


કયા ધોરણમાં કયા નવા પુસ્તકો અમલમાં આવશે


ધોરણ    પાઠ્યપુસ્તક


ધો-1-2    ગુજરાતી, ગુજરાતી દ્વિતીયભાષા.


ધો-3    ગણિત, પર્યાવરણ.


ધો-6    ગણિત,વિજ્ઞાન, સા.વિજ્ઞાન, સર્વાગી શિક્ષણ, મરાઠી.


ધો-8    વિજ્ઞાન દ્વિભાષી, ગુજરાતી પ્રથમભાષા.


ધો-12    અર્થશાસ્ત્રમાં પ્રાકૃતિક ખાદ્ય જંગલ અને પાક સંરક્ષણનું પ્રકરણ ઉમેરાશે.                                                               


Ganganagar: ગુજરાત સરકારની ભલામણ બાદ એશિયાઈ સિંહોના રક્ષણને લઈ કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય