ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના સત્રની આજથી શરૂઆત થઈ છે. રૂપાણી સરકારે ખેડૂતોને ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થયેલા પાક નુકસાન અંગે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું હતું. જે બાદ કોરોના અંગેની ચર્ચામાં બોલતાં તેમણે કહ્યું કે, કોરોના સામે લડાઈ લાંબી છે વેકસિન નહિ આવે ત્યાં સુધી સ્થિતિ સામાન્ય નહિ થાય.


મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું, જ્યા સુધી નવી વેક્સિન નહીં આવે ત્યા સુધી સંક્રમણ થવાનુ છે. ગુજરાતની જનતા આપણા પર ભરોસો રાખીને બેઠી છે.

ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં જ કોરોનાનો કહેર જોવા મળી રહ્યા છે.  આજે અત્યાર 1430 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 17 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3339 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,337  એક્ટિવ કેસ છે, જ્યારે 1,05,901 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 89 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,248 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,24,767 પર પહોંચી છે.

રાજ્યમાં આજે કુલ 1316 દર્દી સાજા થયા હતા અને 61,897 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 38,62,366  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 84.23 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 6,19,417 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 6,19,009 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 408 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

Gujarat Corona Cases Update:  રાજ્યમાં આજે 1430 કેસ નોંધાયા, 17 લોકોના મોત, રાજકોટ-જામનગરની સ્થિતિ ચિંતાજનક

રૂપાણી સરકારના 3700 કરોડના રાહત પેકેજ માટે ક્યા તાલુકાના ખેડૂતો કરી શકશે અરજી ? જુઓ આ રહી સંપૂર્ણ યાદી

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ