મીડિયામાં એવી અટકળો ચાલી રહી છે કે, કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ક્રોસ વોટિંગ કરી શકે છે. આ ઉપરાંત એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપની બેઠકમાં હાજર રહેતા એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તેઓ પણ ભાજપના ઉમેદવારને મત આપશે.
નોંધનીય છે કે, ભાજપ તરફથી વિદેશમંત્રી એસ. જયશંકર અને જુગલજી ઠાકોરને ઉમેદવાર બનાવાયા છે, જ્યારે કોંગ્રેસમાંથી ચંદ્રીકા ચુડાસમા અને ગૌરવ પંડ્યાને ઉમેદવાર બનાવાયા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, કોંગ્રેસના ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે છે કે નહીં. આ વખતે અલગ અલગ ચૂંટણી થવાની હોવાથી ભાજપની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.