ગાંધીનગરઃ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે સવારે કેબિનેટ બેઠક મળી હતી. બુધવારે ગોવાના મુખ્યમંત્રીની શપથવિધિની શક્યતાને લઈને કેબિનેટ બેઠક આજે મળી હતી. ગોવાના મુખ્યમંત્રીની શપથ વિધિ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે હાજર. આજે સવારે 10 વાગ્યે વિધાનસભા સત્ર હોવાથી 8 વાગ્યે કેબિનેટ બેઠક મળી હતી.
વિધાનસભાની કામગીરી મહત્વના બિલો સંદર્ભે કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. સરકારની નીતિ વિશયક બાબતો પણ થશે ચર્ચા.
ગોવામાં મુખ્યમંત્રીના ચહેરા પરનું સસ્પેન્સ સમાપ્ત થઈ ગયું છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં પ્રમોદ સાવંતને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમના નામનો પ્રસ્તાવ વિશ્વજીત રાણેએ રાખ્યો હતો. આ સતત બીજી વખત છે જ્યારે સાવંત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ બેઠકમાં ભાજપના કેન્દ્રીય નિરીક્ષક નરેન્દ્ર સિંહ તોમર, એલ મુરુગન અને ગોવાના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ હાજર હતા. ત્રણેય નેતાઓ એક પછી એક ધારાસભ્યોને મળ્યા. ધારાસભ્યોએ સાવંતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હવે તેઓ રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લઈને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
અગાઉના દિવસે ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે સાવંત ઉપરાંત ભાજપના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી વિશ્વજીત રાણે અને ગોવાના રહેવાસી હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકરના નામની પણ મુખ્યમંત્રીના ચહેરા અંગે ચર્ચા થઈ રહી છે.
ગોવા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કુલ 40 બેઠકોમાંથી 20 બેઠકો પર જીત મેળવી છે. અહીં સરકાર બનાવવા માટે 21 બેઠકોની જરુર છે. મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીના બે ધારાસભ્યો અને ત્રણ અપક્ષ ધારાસભ્યો ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે. એવામાં ભાજપ માટે ગોવામાં સરકાર બનાવવાનો રસ્તો સરળ થયો છે. રાજ્યમાં કૉંગ્રેસે 11 બેઠકો પર જીત મેળવી છે.
ઉત્તરાખંડમાં CM ને લઈ સસ્પેન્સનો આવ્યો અંત, પુષ્કર સિંહ ધામી જ હશે આગામી મુખ્યમંત્રી
તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં ભાજપને શાનદાર બહુમતી મળી હતી, પરંતુ મુખ્યમંત્રી ધામી ખાટિમા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં સરકારનું નેતૃત્વ કોણ કરશે તે અંગે શંકાનો માહોલ સર્જાયો હતો. જેને દૂર કરવા ભાજપમાં ટોચના સ્તરે મંથન થયું હતું.