ગાંધીનગરઃ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવાની છે. આ બેઠકમાં કોરોનાની ત્રીજી લહેર, 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત તેમજ ધોરણ 6થી 8ની સ્કૂલો શરૂ કરવા મુદ્દે ચર્ચા થઈ શકે છે. ગઈ કાલે મુખ્યમંત્રી નિવાસસ્થાને  મહત્વપૂર્ણ બેઠક મળી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની શિક્ષણ વિભાગ સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા.  શિક્ષણ વિભાગના મહત્વના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. 5 સપ્ટેમ્બરે  પીએમ મોદીના સંભવિત ગુજરાત પ્રવાસ સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં ધોરણ 6 થી8 ના વર્ગો શરૂ કરવા બાબતે પણ ચર્ચા થઇ હોવાની સંભાવના છે. 


અગાઉ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રાથમિક સ્કૂલો શરૂ કરવા મુદ્દે નિવેદન આપ્યું હતું. સ્કૂલો શરૂ કરવા મુદ્દે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ અંગે પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 15મી ઓગસ્ટ પછી આ બાબતે નિર્ણય કરવામાં આવશે. તબક્કાવાર શાળાઓ ખોલવા મુદ્દે શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 15 મી ઓગસ્ટ બાદ શાળાઓના નીચેના ધોરણોના કલાસ શરૂ કરવા સંદર્ભે નિર્ણય લઈશું. અન્ય રાજ્યો કરતા વધુ સહાય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.


મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને આજે મળનારી કેબિનેટ બેઠકમાં  રાજ્યમાં કોરોનાની સ્થિતિ, વેકસીનેશન સંદર્ભે પણ ચર્ચા થશે. વરસાદ ખેંચાતા છેવાડાના વિસ્તારોમાં પીવાના પાણીની વ્યવસ્થા અને સિંચાઈના પાણી અંગે સમિક્ષા થશે. આગામી સપ્ટેમ્બરમાં પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર શિક્ષણ વિભાગના કાર્યક્રમ સંદર્ભે પણ ચર્ચા થશે. રાજ્યમાં આગામી દિવસોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા અંગે ચર્ચા થશે.


Kheda : લવ મેરેજ કરનાર યુવતીએ તેના જ પતિની કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો


ખેડાઃ  કપડવંજના સુલતાનપુરામાં લવ મેરેજનો કરુણ અંત આવ્યો છે. ખૂદ પત્નીએ પતિની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે.  પતિ વેહેમ રાખી અવારનવાર ઝગડા કરતો હોઈ હત્યા કરી નાંખી છે.  પત્નીએ કાન અને માથાના ભાગે લાકડાના ડંડાથી માર મારી હત્યા નીપજાવી હતી.  પતિનું કાસળ કાઢી ઘરની પાછળ ખાડો ખોદી દફનાવી દેવાની તૈયારી કરી હતી. સમગ્ર મામલે કપડવંજ પોલીસે ગુનો નોંધી આરોપી પત્નીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. 


આ અંગેની વિગતો એવી છે કે, સાત વર્ષ પહેલા યુવતીને તેનાથી 10 વર્ષ મોટા યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. તેમજ પરિવારની વિરુદ્ધ જઈને ઘરેથી ભાગી ગયા હતા. તેમજ દોઢ વર્ષ પહેલા બંનેએ લવ મેરેજ કરી લીધા હતા. તેમને દોઢ વર્ષનો એક દીકરો પણ છે. લગ્ન જીવન થોડો સમય સારી રીતે ચાલ્યા પછી પતિના શંકાશીલ સ્વભાવને કારણે તકરાર થવા લાગી હતી. 


પતિ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી ઝઘડો કરતો હોવાથી પત્ની કંટાળી ગઈ હતી. ત્યારે ગત 15મી ઓગસ્ટે યુવતીએ પતિના માથામાં લાકડી મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પતિનું કાસળ કાઢનાર પત્નિએ તેનો ગુનો કબૂલી લીધો છે. જેથી પોલીસે તેને જેલમાં ધકેલવાની કાર્યવાહી હાથ છે. જોકે, તેના દોઢ વર્ષના બાળકને પણ માતા સાથે જેલમાં રહેવું પડશે.  પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, દોઢ વર્ષિય બાળકનું હજુ ધાવણ છૂટ્યું નથી. જેથી માતા સાથે રાખવું જરૂરી છે. જો કે, બાદમાં કોર્ટના આદેશ બાદ તેની કસ્ટડી અંગે નિર્ણય લેવાશે.