ગાંધીનગરઃ ગુજરાતમાં હવે ટૂ વિલર ટેક્સીને મંજૂરી આપવામાં આવશે આ જાહેરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયાએ કરી હતી. આ સેવા ફોર વિહલર ટેક્સી સેવાની જેમ કાર્યરત કરવામાં આવશે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયાએ જણાવ્યું કે, જે લોકોને આ ટેક્સી સર્વિસ શરુ કરવી હોઈ તેમણે ટ્રાફિક નિયમોંનું પાલન કરવાનું રહેશે અને હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે. ખાસ કરીને અમદાવાદ જેવા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે તેની સામે આ સર્વિસ કારગત નીવડશે.