ગાંધીનગર: કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી ગાર્ડન સિટીમાં આજે સવારે અચાનક ભેદી ધડાકા થયા હતા. જેમાં બે મકાન ધરાશાયી થયા હતા. ગેસ ફોલ્ટ કે અન્ય કારણોસર જમીનમાં ધડાકા થયા હોવાનું લોકોનું અનુમાન છે. સવારે 7.45 વાગ્યે બ્લાસ્ટ થતા મકાન ધરાશાયી થયા હતા. જેમાં પરિવારના 5થી 6 લોકો દટાયા હતા. જેમાં 3 લોકો ઘાયલ થયા હતા. જ્યારે અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
સ્થાનિકોના દાવા મુજબ, ધડાકાના કારણે આસપાસના વિસ્તારના મકાનના બારીના કાચ પણ તૂટ્યા હતા. અચાનક મકાન ધરાશાયી થતાં 3 લોકો દટાઇ ગયા હતા. જેમને બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કાટમાળમાં દટાયેલા એક વ્યકિતની શોધખોળ હાલ ચાલુ છે. ધડાકાના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જે મકાન ધરાશાયી થયા તેની આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.
કલોલઃ ભેદી બ્લાસ્ટથી બે મકાન જમીનદોસ્ત, કેટલા લોકો કાટમાળમાં દટાયા? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Dec 2020 09:28 AM (IST)
વારે 7.45 વાગ્યે બ્લાસ્ટ થતા મકાન ધરાશાયી થયા હતા. જેમાં પરિવારના 5થી 6 લોકો દટાયા હતા. જેમાં 3 લોકો ઘાયલ થયા હતા. જ્યારે અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
ગાંધીનગર: કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી ગાર્ડન સિટીમાં આજે સવારે અચાનક ધડાકા થયા હતા. જેમાં બે મકાન ધરાશાયી થયા હતા. ગેસ ફોલ્ટ કે અન્ય કારણોસર જમીનમાં ધડાકા થયા હોવાનું લોકોનું અનુમાન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -