ઉત્તર ગુજરાતમાં સ્ટેટ હાઈવે પર 399 કરોડના ખર્ચે બે નવા બ્રિજ બનશે. રોડ નેટવર્કને મજબૂત કરવા અને ટ્રાફિક નિયમન સરળ બને તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય લીધો હતો. રાધનપુર-ચાણસ્મા સ્ટેટ હાઈવે પરની બનાસ નદી પર અને મહેસાણા-હિંમતનગર ફોર લેન હાઈવે પર બ્રિજ બનાવવામાં આવશે.


ઉત્તર ગુજરાતમાં સ્ટેટ હાઇવે 55 પર 399 કરોડના ખર્ચે બે નવા બ્રિજ બનશે. રાધનપુર-ચાણસ્મા રોડ પર રાધનપુર નજીક બનાસ નદી ઉપર 179 કરોડના ખર્ચે ફોર લેન બ્રિજનું નિર્માણ થશે. મહેસાણા-હિંમતનગર રોડ પર સાબરમતી નદી પર દેરોલ ખાતે 220 કરોડના ખર્ચે નવો 6 લેન બ્રિજ બનશે. વધતા જતા ટ્રાફિકને કંન્ટ્રોલ કરવા માટે આ નિર્ણય લેવાયો છે.


ઉત્તર ગુજરાતમાં રાધનપુર-ચાણસ્મા રોડ  સ્ટેટ હાઇવે-55 ઉપર રાધનપુર નજીક બનાસ નદી ઉપર 179 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે નવો ફોર લેન બ્રિજ બનાવવા મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ચાણસ્માને સરહદી વિસ્તાર રાધનપુર સાથે જોડતા આ અગત્યના હાઇવે પર બનાસ નદી પર હાલમાં રહેલો પુલ 1965ના વર્ષમાં એટલે કે 59 વર્ષ પહેલાં નિર્માણ થયેલો છે.


આ અંતર્ગત મહેસાણા-હિંમતનગર ફોર લેન સ્ટેટ હાઇવે-55 ઉપર સાબરમતી નદી પર દેરોલ ખાતે 220 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે નવા સિક્સલેન બ્રિજનું બાંધકામ હાથ ધરવામાં આવશે. મહેસાણાને હિંમતનગર સાથે જોડતા આ અગત્યના રસ્તા પર દેરોલ ગામ નજીક સાબરમતી નદી પર અત્યારનો જે બ્રિજ કાર્યરત છે તે 1966માં એટલે કે 58 વર્ષ પહેલાં નિર્માણ થયેલો છે.