ગાંધીનગરઃ દ્વિચક્રી વાહનોના ડિલર્સોએ વાહનોની સાથે વિના મુલ્યે હેલ્મેટ પણ આપવાનું રહેશે. વર્ષ 2014ની આ જોગવાઈ છે. અને આ જોગવાઈનું ચુસ્તપણે પાલન કરવા તાકિદ કરાઈ છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે તાકિદ કરી છે કે, જો વર્ષ 2014ની આ જોગવાઈનું પાલન નહીં થાય તો વિભાગ કાયદાકીય પગલાં પણ લઈ શકે છે.


સરકારે દ્વિચક્રી વાહનોમાં સવાર બે લોકો માટે ફરિજીયાત હેલમેટ પહેરવાનો કાયદો બનાવ્યો છે. ત્યારે તેની સાથે સાથે 2014માં દ્વિચક્રી વાહનોના ડિલર્સો માટે પણ એક નિયમ બનાવ્યો હતો જેમા એવી જોગવાઇ કરવામાં આવી હતી કે, વાહનની સાથે હેલમેટ પણ આપવું. પરંતુ સામાન્ય ગ્રાહકોને આ બાબતની જાણ ના હોવાથી ડિલરો વાહનની સાથે હેલમેટ આપતા ના હતા. પરંતુ રૂપાણી સરકારે આ નિયમનો કડકાઇથી અમલ કરવા માટે આદેશ આપ્યો છે. આ નિયમનું પાલન નહી કરના ડિલર સામે કાયદાકીય પગલા લેવાનું પણ કહેવામાં આવ્યું છે.