Budget 2023:  કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે રજૂ કરેલા બજેટને લઈ આજે  ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી. જેમાં તેમણે બજેટને ભારતને વિશ્વગુરુ, આત્મનિર્ભર બનાવે તેવું ગણાવ્યું હતું. તેમણે કેન્દ્રીય બજેટમાંથી પ્રેરણા લઈને રાજ્યનું બજેટ બનશે તેમ પણ કહ્યું.


શું કહ્યું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે



  • વિશ્વનેતા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું છે

  • ભારતને વિશ્વગુરુ અને આત્મનિર્ભર બનાવે તેવું બજેટ છે

  • દરેક વર્ગના સર્વાંગી વિકાસ થાય તેવું બજેટ છે

  • બજેટમાં 3 મુખ્ય પાયાનું બજેટમાં પૂરતું ધ્યાન અપાયું છે

  • આર્થિક ગતિને વેગ આપનારું બજેટ

  • ગ્રામીણ અને શહેરી વિસ્તારના સમતુલિત વિકાસ વાળું બજેટ

  • સ્કિલ વધારનારું આ બજેટ છે

  • ભારત વિશ્વના અર્થતંત્રમાં 5મુ સ્થાન મેળવ્યું છે

  • મુખ્ય 7 પાયાના આધરવાળું બજેટ છે

  • વિકસિત રાષ્ટ્ર તરફ લઈ જનારું બજેટ છે

  • કેન્દ્રીય બજેટમાં ગુજરાતને પણ ફાયદો થયો છે

  • ગિફ્ટ સિટી, સહકારી ક્ષેત્રને ફાયદો થાય છે

  • ખાંડ ઉદ્યોગને વધુ ફાયદો થવાનો

  • પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 66 ટકાનો વધારો કરાયો છે

  • કૃષિ, મત્સ્યઉદ્યોગને ફાયદો થાય તેવું બજેટ છે

  • કેન્દ્રીય બજેટમાંથી પ્રેરણા લઈને રાજ્યનું બજેટ બનશે

  • ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન હોય ત્યારે બજેટ પણ એ પ્રકારનું હશે

  • કેન્દ્રીય બજેટની છાંટ રાજ્યના બજેટમાં જોવા મળશે



અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં કડાકાથી FPO કરવામાં આવ્યો રદ


અદાણી એન્ટરપ્રાઈઝે શેરબજારની વર્તમાન સ્થિતિમાં જુથની કંપનીઓના શેરમાં જોવા મળી રહેલા ઘટાડાને ધ્યાન પર લઈ રૂ. 2૦,૦૦૦ કરોડના ફોલોઓન પબ્લિક ઓફર રદ કરી રોકાણકારોના નાણાં પરત કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકન શોર્ટ સેલર હિન્ડેનબર્ગના અહેવાલ બાદ છેલ્લાં પાંચ સત્રથી અદાણી જુથની કંપનીઓના શેરમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. જુથનું બજાર મૂલ્ય રૂ.19 લાખ કરોડથી ઘટી રૂ.11 લાખ કરોડ થઈ ગયું છે. ગઈકાલે કંપનીએ સ્ટોક એક્ચેન્જને જાહેરાત કરતા જણાવ્યું છે કે, રોકાણ સમુદાયના હિતોની રક્ષા માટે કંપનીએ નાણાં પરત કરવાનો નિર્ણય લીધો છે. જે જુથના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, કપરી પરિસ્થિતિમાં અમારા બિઝનેસ અને મેનેજમેન્ટ પર વિશ્વાસ રાખવા માટે રોકાણકારોનો આભાર માનું છું. ગઈકાલ શેરના ભાવ 28.45 ટકા ઘટી, રૂ. 2128.70 બંધ આવ્યા હતા. બજારના આ પ્રતિસાદને લીધે અણધારી પરિસ્થિતિમાં અમે નાણાં પરત કરવાનો નિર્ણય લીધો છે.