Gandhinagar: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારની મુશ્કેલીઓ વધી છે. સરકારે રાજ્યમાં ચાલી રહેલા વિવિધ સંગઠનોના આંદોલનોને ડામવા કમિટી બનાવી હોવા છતાં કોઈ પરિણામ આવી શક્યુ નથી.  આજે પાટનગર ગાંધીનગર મા વિવિધ સરકારી કર્મચારીઓ દેખાવો કરી રહ્યા છે. વન રક્ષકો, વર્ગ ૪ ના કર્મચારીઓ, VCE તથા આરોગ્ય કર્મિઓ, પૂર્વ સૈનિકો આંદોલનના માર્ગે છે તો કિસાન સંઘ પણ પડતર માંગણીઓ ને લઈ અચોક્કસ મુદ્દતના દેખાવો કરી રહ્યા છે. જૂની પેંશન યોજના ન મળતા  2005 પછી ભરતી થયેલા સરકારી કર્મચારીઓ બેઠક કરશે. નિવૃત્ત આર્મિ જવાનો પણ કરી રહ્યા છે દેખાવો. સરકાર સામે આંદોલન કરી રહેલા ઉમેદવારોને સમજાવવા પડકાર છે.





ગાંધીનગરમા VCE કર્મચારીઓનું પણ આંદોલન  છે. Vce કર્મચારીઓ પોતાની માંગણી માટે કરી રહ્યા છે આંદોલન. 10 થી વધુ દિવસથી આંદોલનને લઈ કર્મચારીઓ એ કામગીરી બંધ કરી છે. અગાઉ રાજ્યપાલ અને મુખ્યમંત્રી ને આવેદન આપી ચુક્યા છે. કરોડો રૂ ની ગ્રાન્ટ સરકાર આપતી હોવા છતાં ઇ ગ્રામ સોસા. દ્વારા vce ના હિત માં કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા અને તેમને ખોટી રીતે છુટ્ટા કરવામાં આવતા હોવાની માંગ સાથે વિરોધ થઈ રહ્યો છે. પંચાયત મંત્રી સાથે અનેક બેઠકો કરી હોવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી. આ ઉપરાંત વડાપ્રધાન ના જન્મદિવસે  vce કર્મચારીઓએ રામધૂન..ભજન કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આજે મોટી સંખ્યામાં વહેલી સવારે vce કર્મચારીઓ સચિવાલય પહોંચ્યા અને ધરણા કર્યા.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ગઈકાલ કરતાં આજે સામાન્ય વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 હજાર 858 નવા કેસ નોંધાયા છે અને 18 સંક્રમિતોના મોત થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 2.76 ટકા છે.  દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે, જે ચિંતાની વાત છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 48 હજાર 27 થઈ છે. કુલ 4 કરોડ 39 લાખ 62 હજાર 664 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 355 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 216 કરોડ 70 લાખ 14 હજાર 127 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 13 લાખ 59 હજાર 361 ડોઝ અપાયા હતા.