Vibrant Gujarat Global Summit Updates: ગાંધીનગર ખાતે યોજાનારી વાઇબ્રન્ટ સમિટને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આ ઈવેન્ટ માટે લંચની જવાબદારી હોટલ લીલાને સોંપવામાં આવી છે. પીએમ મોદી અને મહાનુભાવોને ગોલ્ડ પ્લેટેડ વાસણમાં ભોજન પીરસાશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશી મહાનુભાવો માટે નક્કી થયેલા ભોજનની વાનગીઓ
10 જાન્યુઆરી
હાઈ ટી
વેલકમ ડ્રીંક : મહારાજા સ્પેશ્યલ
કોકોનટ માર્ગરેટ કુકી, પત્રા, સેવ ખમણી, ગઠીયા, ખાખરા અને ફાફડા
લંચ: ત્રિફોલી મીર્ચ આલુ લબાબદાર, દમ બિરિયાની, દાલ અવધી, આલુ મિર્ચ કા કૂલચા, ફૂલકા રોટી, ફિંગર મિલેટ પરાઠા , ચીકુ - પિસ્તા હલવા, ફોકટેલ મેંગો લીચી
11 જાન્યુઆરી
હાઈ ટી
વેલકમ ડ્રીંક : ચમેલિયા બ્લોસમ, મિન્ટ એન્ડ મેલન, રાગી એન્ડ ફીગ કુકી, વાટીદાળ ખમણ, ખાંડવી, રાજભોગ શ્રીખંડ, નચોઝ બાર
9 થી 13 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો યોજાશે. બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં ભારતના આ સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું 9 જાન્યુઆરીના બપોરે 3 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 અંતર્ગત યોજાતા આ ગ્લોબલ ટ્રેડ -શોમાં ઓસ્ટ્રેલિયા, તાંઝાનિયા, મોરોક્કો, મોઝામ્બિક, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, એસ્ટોનિયા,બાંગ્લાદેશ,સિંગાપોર, સંયુક્ત આરબ અમીરાત, યુકે, જર્મની, નોર્વે, ફિનલેન્ડ, નેધરલેન્ડ્સ, રશિયા,રવાન્ડા, જાપાન, ઇન્ડોનેશિયા અને વિયેતનામ એમ કુલ 20 દેશો આ પ્રદર્શનમાં પોતાના દેશોના ઉદ્યોગોની માહિતી પ્રદશત કરશે. જેમાં સંશોધન ક્ષેત્રના અંદાજે 1 હજારથી વધુ પ્રદર્શકો સહભાગી થશે. જે વિવિધ ક્ષેત્રોમાં થઇ રહેલા સંશોધનો અને નવીનતાઓને રજૂ કરશે. ટ્રેડ શોમાં વિઝિટીંગ તરીકે 100 દેશો જ્યારે પાર્ટનર તરીકે 33 દેશો ભાગ લઈ રહ્યા છે. આ ટ્રેડ શોમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ, સિરામિક્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ,જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ,પોર્ટ્સ અને મરીન જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ટેક્સટાઇલ્સ અને ગાર્મેન્ટ, ઇલેક્ટ્રિક વાહનો, ગ્રીન હાઇડ્રોજન,એરક્રાફ્ટ અને આનુષંગિક ઉદ્યોગો, નવીનીકરણીય ઊર્જા, સેમિકન્ડક્ટર, ફિનટેક, સાયબર સુરક્ષા, મશિન લનગ સહિતના ઉદ્યોગો આ ટ્રેડ શોના આકર્ષણના કેન્દ્રો રહેશે.
સુરતમાં બનેલી ભગવાન રામની ટોપી અયોધ્યાવાસીએ પહેરશે, કિંમત જાણીને ચોંકી જશો
3 વર્ષની એફડી સ્કીમ પર પોસ્ટ ઓફિસ કે SBI, ક્યાં મળી રહ્યું છે વધારે વ્યાજ, જાણો અહીં