Gujarat Budget 2023:  રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આજે બીજીવાર બજેટ રજૂ કર્યું. ગુજરાત સરકારનું વર્ષ 2023-24નું કુલ બજેટ 3 લાખ 1 હજાર 22 કરોડ રૂપિયાનું છે. આ બજેટમાં શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યુ છે. બજેટમાં સરકારે નવા કોઈપણ કરવેરા નથી નાંખ્યા અને વેરાના દરમાં કોઈ વધારો કર્યો નથી. ગુજરાત સરકારનું આ બજેટના પાંચ સ્તંભ પર ગુજરાતના આધુનિક વિકાસનો રોડમેપ રચાયો છે.


બજેટના આ પાંચ સ્તંભ પર રચાયો ગુજરાતના આધુનિક વિકાસનો રોડમેપ



  • ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગને પાયાની સુવિધા સહિત સામાજિક સુરક્ષા

  • સમતોલ વિકાસ માટે માનવ સંસાધનનો વિકાસ

  • વિશ્વસ્તરીય આંતરમાળખાકીય સવલતો

  • કૃષિ, ઉદ્યોગ અને સેવાક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ

  • ગ્રીન ગ્રોથ


દિવ્યાંગો માટે બજેટમાં શું કરવામાં આવી જોગવાઈ


રાજ્યમાં દરેક જિલ્લામાં ચિલ્ડ્રન હોમ બનાવવા માટે 8 કરોડની જોગવાઈ કરવામાં આવી તેમજ દિવ્યાંગજનોને સાધન સહાય, એસટી બસમાં મફત મુસાફરીનો લાભ આપવા 52 કરોડની ફાળવણી કરવામાં આવી છે. દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ 7 કરોડની જોગવાઇ કરાઈ છે. પાલક માતા-પિતા યોજના હેઠળ 73 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત કૃષિ ઉદ્યોગ અને સેવા માટે 5 વર્ષમાં 2 લાખની જોગવાઇની જાહેરાત નાણામંત્રીએ કરી છે.



રાજ્યના આ શહેરમાં ડૉ. આંબેડકર ભવન બનશે


રાજ્યનું GSDP 42 લાખ કરોડનું કરવાનું લક્ષ્યાંક છે. છેટા ઉદેપુર, ગીર સોમનાથ અને મોરબીમાં ડૉ. આંબેડકર ભવન બનાવવામાં આવશે. મહિલા એપ્રેન્ટિસને પ્રોત્સાહન આપવા વધારાના સ્ટાઈપેન્ડ માટે 16 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત મહાત્માં ગાંધી શ્રમ સંસ્થાનોમાં સેફ્ટી લેબની સ્થાપના કરવામાં આવશે.






રાજ્યમાં મેડિકલ કોલેજ માટે જોગવાઈ


રાજ્યમાં PPP ધોરણે મેડિકલ કોલેજ સ્થાપવા 130 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિલટલ અને અન્ય મેડિકલ કોલેજમાં આધુનિક સાધનો માટે 155 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત નાણામંત્રી કનુ દેસાઈએ આજે અરવલ્લી, છોટા ઉદેપુર, મહિસાગર અને ડાંગમાં નવી મેડિકલ કોલેજની સ્થાપના કરવાની જાહેરાત કરી છે.