Gandhinagar news: સ્ટેટ મોનિરટિંગ સેલનો ચાર્જ આર.બી.બ્રહ્મભટ્ટને સોંપવામાં આવ્યો છે. જ્યારે પ્રીવેન્શન ઓફ એટ્રોસિટી ઓન sc -st એન્ડ વિકર સેકશનનો ચાર્જ ડૉ એસપી રાજકુમારને સોંપાયો છે. મનોજ અગ્રવાલને અમદાવાદ હોમગાર્ડ ના કમાંડડન્ટ બનાવાયા છે.




આ સવાય રિયાઝ સરવૈયાની મદદન પોલીસ કમિશ્ન, મુખ્ય મથક અને પૂર્વ મીની મુખ્ય મથક અમદાવાદ શહેરથી નાયબ પોલીસ અધિક્ષક કેવડીયા ઓથોરિટી તરીકે બદલી કરવામાં આવી છે. આ સિવાય ખુશ્બુ ડી કાપડીયાની નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ તાલીમ કોલેજ જુનાગઢથી બટાલીયન ક્વાર્ટર માસ્ટર, રાજ્ય અનામત પોલીસ દળ, જૂથ-16 ભચાઉ તથા બી.એસ.વ્યાસની વિભાગીય પોલીસ અધિકારી, સાણંદ ખાતેથી નાયબ પોલીસ અધિક્ષક એસ.સી.એસ.ટી સેલ ગીર સોમનાથ ખાતે બદલી કરવામાં આવી છે.




આર.બી. બ્રહ્મભટ્ટ ગુજરાત સરકારના ટ્રબલ શૂટર તરીકેની ઇમેજ ધરાવે છે, તેમને સુરત પોલીસ કમિશનર, વડોદરા પોલીસ કમિશનરની પોસ્ટ પણ મળી ચૂકી છે. જ્યારે મનોજ અગ્રવાલ અગાઉ રાજકોટ પોલીસ કમિશનર તરીકે હતા ત્યારે તેઓ રાજકીય વિવાદમાં આવ્યા હતા. એક રાજકીય વ્યક્તિના આક્ષેપ બાદ તેમની બદલી કરવામાં આવી હતી.