નવી દિલ્હીઃ કરોડો રૂપિયાની લોનમાં ડિફોલ્ટર વિજય માલ્યા વિરૂદ્ધ સરકારે ગાળીયો વધારે મજબૂત કર્યો છે. વિદેશ મંત્રાલયે યુકે હાઈ કમિશનને પત્ર લખીને વિજય માલ્યાના પ્રત્યાર્પણની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા વિજય માલ્યાએ જેલમાં જવાના ડરથી ભારત આવવાના ના પાડી દીધી હતી.


વિજય માલ્યાને ડરે છે કે તે ભારત આવશે તો તેને તિહાર જેલમાં મોકલી દેવામાં આવશે. આ ડરને કારણે તેમણે હાલમાં ભારત આવવાની ના પાડી દીધી છે. જ્યારે સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ મામલે વિજય માલ્યાની તમામ સંપત્તિની જાણકારી માગી છે. સુપ્રીમ કોર્ટે ડેટ રિકવરી ટ્રિબ્યુનલને આ મામલે 2 મહિનામાં ઉકેલ લાવવા જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે માલ્યા પર બેંકોનું અંદાજે 9 હજાર કરોડ રૂપિયાનું લેણું છે. તેમની વિરૂદ્ધ તપાસ ચાલી રહી છે. તેથી માલ્યાની સંપત્તિ વિશે બેંકો પાસે જાણકારી હોવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે બેંકોએ સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરી હતી કે માલ્યા પોતાની સંપત્તિ વિશે જાણકારી આપવાની ના પાડી રહ્યા છે. જ્યારે લોનની રિકવરી માટે આ જાણકારી હોવી આ જાણકારી હોવી જરૂરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, માલ્યાના મામલે જરૂર પડ્યે યૂકે સરકારની પણ મદદ લેવામાં આવશે.