GSEB Result Live Update : ધોરણ 10નું 65.18 % પરિણામ, સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા રિઝલ્ટ, વિદ્યાર્થિનીઓ મારી બાજી

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. આ પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકાશે.

gujarati.abplive.com Last Updated: 06 Jun 2022 10:45 AM

બ્રેકગ્રાઉન્ડ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10ની પરીક્ષાનું  પરિણામ આજે જાહેર થઈ ગયું છે. આ પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકાશે.ગુજરાત શિક્ષણ બોર્ડનું પરિણામ 65.18 ટકા...More

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપી શુભકામના

ધોરણ ૧૦ની પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલ તમામ વિઘાર્થીઓને અભિનંદન. જીવનની તમામ કસોટીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ. સુરતના વિધાર્થીઓએ ધોરણ-૧૦ ના પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સમગ્ર રાજ્યમાં ઝળહળતું પરિણામ મેળવ્યુ તે બદલ સૌ વ્હાલા વિધાર્થી મિત્રોને અનેકાનેક અભિનંદન.