Election update 2022 LIVE : ફરી બનશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, બેઠક બાદ સત્તાવાર જાહેરાત
Election Results 2022: ગુજરાતમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પરત ફર્યું છે. હિમાચલમાં કોંગ્રેસને બહુમતી મળી છે. બંને રાજ્યોમાં સરકારની રચનાને કવાયત શરૂ થઇ ગઇ છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી એક વખત ભૂપેન્દ્ર ભાઈ પટેલને સત્તાની બાગડોર સોંપવામાં આવી છે. ધારાસભ્ય દળની બેઠકમાં પ્રસ્તાવ મંજૂર થયા બાદ તેમણે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મળીને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. આજે સી.આર.પાટિલ અને ભૂપેન્દ્ર પટેલ 4 વાગ્યે દિલ્લી જવા થશે રવાના
ધારાસભ્યના દળની બેઠક બાદ આખરે ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રીના પદ માટે સતાવાર જાહેરાત થઇ ચૂકી છે. કનુભાઇ પટેલે આ નામનો પ્ર્સ્તાવ રજૂ કર્યો હતો અને ત્યારબાદ તમામ ધારાસભ્યોએ આ નામને સમર્થન આપ્યું હતું. તો હવે ફરીથી ગુજરાતનું સુકાન ભૂપેન્દ્ર પટેલ જ સંભાળશે. હવે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરાશે. બપોરે 2 વાગ્યે ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવાવનો પ્રસ્તાવ રજૂ કરશે.
Election Update 2022: આજે ધારાસભ્ય દળની બેઠક મળી રહી છે. આ બેઠક બાદ આજે મુખ્યમંત્રીના નામની સત્તાવાર જાહેરાત થશે,. કમલમમાં તમામ ધારાસભ્યો હાજર રહ્યાં છે. આ બેઠકમાં ત્રણ કેન્દ્રીય નિરિક્ષકો પણ ઉપસ્થિત છે. વિધાયક દળની બેઠકમાં સીએમના નામની જાહેરાત માટે કનુ દેસાઈ પ્રસ્તાવ મૂકશે અને આ પ્રસ્તાવને પુર્ણેશ મોદી, શંકર ચૌધરી, મનીષા વકીલ અને રમણલાલ વોરા ટેકો જાહેર કરશે
Election Update 2022:ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ બાદ હવે ભાજપ સરકારની ફરી વાપસી થઇ છે. નવા મંત્રીમંડળની રચના અને મુખ્યમંત્રીના નામના પ્રસ્તાવ પહેલા આજે ભાજપના ધારાસભ્યોની બેઠક મળી રહી છે. બેઠકમાં ત્રણેય કેન્દ્રીય નિરિક્ષકો પણ હાજર છે. સીએમ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરવાની માત્ર ઔપચારિકતા બાકી છે,. જે બેઠક બાજ સતાવાર રીતે જાહેર થશે.
Election Update 2022: આજે વિધાનસભા દળની બેઠર મળી રહી . ગુજરાત ભાજપના નેતાઓ સાથે નિરીક્ષકોની બેઠક થશે, રાજનાથસિંહ અને મુખ્ય નેતાઓ વચ્ચે મંથન થશે. બેઠકમાં ભપેન્દ્ર પટેલ, સી આર પાટિલ સહિતના નેતાઓ હાજર રહેશે. ધારાસભ્યો સાથેની બેઠક પહેલા ભાજપના નેતાઓની અગત્યની બેઠક મળી રહી છે.
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું, ફરી એકવાર ભાજપે સરકાર બનાવી છે અને આગામી 5-10 વર્ષમાં ગુજરાત કેવી રીતે મજબૂત બને છે અને આગળ વધે છે તે જોવાનું છે. મને ખબર નથી, મેં શરૂઆતથી જ માત્ર સૈનિકની ભૂમિકા ભજવી છે. પાર્ટી મને જે પણ ભૂમિકા સોંપશે તે હું સ્વીકારીશ.
અલ્પેશ ઠાકોરે કહ્યું, હું નરેન્દ્ર મોદી અને અમિત શાહ તેમજ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલનો આભાર માનું છું જેમણે મને ગાંધીનગર દક્ષિણમાંથી ઉમેદવાર તરીકે ઉતાર્યો. મને ભવ્ય વિજય અપાવવા બદલ હું લોકોનો પણ આભાર માનું છું. વિકાસની રાજનીતિ માટે લોકો નરેન્દ્ર મોદી પર વિશ્વાસ કરે છે, હું તેમનો આભાર માનું છું
Election Update 2022:ગાંધીનગર કમલમ્માં આજે ધારાસભ્ય દળની બેઠક છે. આજે મુખ્યમંત્રીના નામની સત્તાવાર જાહેરાત થશે. તેમજ મંત્રીમંડળમાં ક્યાં નવા ચહેરાને સ્થાન મળશે તે અંગે પણ મંથન થશે. 11:45 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક મળશે. ઘારાસભ્યો હાર કમલમ્ પહોંચી રહ્યાં છે. ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ કમલમ્ પહોંચ્યા છે, આર.સી પટેલ- જલાલપોરના ધારસભ્ય કમલમ્ પહોચ્યા છે.
પ્રદિપસિંહ વાઘેલા પણ કમલમ પહોંચ્યાં છે.
Election Update 2022:ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતી સાથે સત્તા પર વાપસી કરી છે. ત્યારે આજે નવી સરકારના મંત્રીમંડળની રચના માટે કવાયત શરૂ થઇ ગઇ છે. આજે ધારાસભ્ય દળની સીએમ હાઉસ ખાતે મહત્વની બેઠક મળી રહી છે. ઉલ્લેખનિય છે કે, બેઠકમાં નવા મંત્રીમંડળના ચહેરાઓ અંગે ચર્ચા થશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર સહિત ના નેતાઓ બેઠક મા હાજર રહેશે. ઉલ્લેખનિય છે કે, નવી સરકારમાં જ્ઞાતિ બાબતો અને વિસ્તારગત બાબતો ને ધ્યાને રાખી કરાશે ચહેરાઓ નક્કી કરાશે.
Himachal Election update 2022: કોંગ્રેસના હિમાચલ પ્રદેશ પ્રભારીએ પણ પક્ષમાં જૂથવાદના અહેવાલોને ફગાવી દીધા. તેમણે કહ્યું કે, મીડિયામાં જે પણ ચાલી રહ્યું છે તે પાયાવિહોણું છે. કોંગ્રેસમાં કોઈ જૂથવાદ નથી અને બધું બરાબર ચાલી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટી સાથે છે. તેમણે વધુમાં કહ્યું કે આપણે બધા વીરભદ્ર જીમાં વિશ્વાસ કરીએ છીએ. કોંગ્રેસ ફરી મજબૂત બની રહી છે. અમારી પાસે જંગી બહુમતી છે અને હોર્સ ટ્રેડિંગ થશે નહીં.
હિમાચલ પ્રદેશના ચૂંટણી પરિણામો ગુરુવારે (8 ડિસેમ્બર) જાહેર કરવામાં આવ્યા હતા. હિમાચલ પ્રદેશની 68 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસે 40 બેઠકો જીતીને ભાજપને બહારનો રસ્તો બતાવી દીધો છે. ભાજપે 25 બેઠકો અને અપક્ષ ઉમેદવારોએ 3 બેઠકો જીતી હતી.
શુક્રવારે નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક પહેલા કોંગ્રેસના નિરીક્ષકો હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને પણ મળ્યા હતા. બેઠક બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપિન્દર સિંહ હુડ્ડાએ કહ્યું કે, તેમણે રાજ્યપાલને જાણ કરી છે કે પાર્ટી પાસે બહુમતી છે અને સરકાર બનાવવાનો દાવો કરવા માટે તેઓ તેમની સાથે પછીથી ઔપચારિક બેઠક કરશે.
આ બેઠકમાં હિમાચલ પ્રદેશના આગામી સીએમ અંગે કોઈ નિર્ણય લઈ શકાયો નથી. કોંગ્રેસના હિમાચલ પ્રદેશ પ્રભારી રાજીવ શુક્લાએ બેઠક બાદ જણાવ્યું હતું કે આજે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં તમામ 40 ધારાસભ્યોએ ભાગ લીધો હતો અને તમામે સર્વસંમતિથી રાજ્યના મુખ્યમંત્રીની પસંદગીનો નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ પર છોડવાનો ઠરાવ પસાર કર્યો હતો.
રાજીવ શુક્લાએ કહ્યું કે કોઈપણ ધારાસભ્ય દ્વારા કોઈ નામ સૂચવવામાં આવ્યું ન હતું અને તમામ ધારાસભ્યોએ સર્વસંમતિથી એક ઠરાવ પસાર કર્યો હતો કે મુખ્ય પ્રધાન પસંદ કરવાનો નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ પર છોડવો જોઈએ. બધાએ પાર્ટી અધ્યક્ષને આગામી મુખ્યપ્રધાનની પસંદગી કરવાનો અધિકાર આપ્યો છે.
શુક્રવારે (9 ડિસેમ્બર) હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં કોંગ્રેસના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક દિવસ દરમિયાન યોજાવાની હતી, પરંતુ વારંવાર સમય બદલાવાને કારણે મોડી સાંજે બેઠક શરૂ થઈ હતી.
આ બેઠકની શરૂઆત પહેલા મુખ્યમંત્રી પદના દાવેદારોની તાકાતનો શો પણ જોવા મળ્યો હતો. હિમાચલ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પ્રતિભા સિંહ, વિપક્ષના આઉટગોઇંગ નેતા મુકેશ અગ્નિહોત્રી અને ચૂંટણી પ્રચાર સમિતિના વડા સુખવિંદર સિંહ સુખુના સમર્થકોએ તેમની તરફેણમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્રણેયને મુખ્યમંત્રી પદના મુખ્ય દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસના બે નિરીક્ષકો - છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ અને હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિન્દર સિંહ હુડ્ડા, હિમાચલ પ્રદેશના કૉંગ્રેસના પ્રભારી રાજીવ શુક્લાએ બેઠકમાં હાજરી આપી હતી. તેમના સિવાય પ્રતિભા સિંહ અને તમામ નવા ચૂંટાયેલા 40 ધારાસભ્યો પણ બેઠકમાં હાજર હતા.
બ્રેકગ્રાઉન્ડ
Election Results 2022: ગુજરાતમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પરત ફર્યું છે. હિમાચલમાં કોંગ્રેસને બહુમતી મળી છે. બંને રાજ્યોમાં સરકારની રચનાને કવાયત શરૂ થઇ ગઇ છે.
ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે સરકાર રચવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતમાં ભાજપ તેની સાતમી ટર્મ માટે તૈયારી કરી રહ્યું છે ત્યાં સ્થિતિ સ્પષ્ટ છે. ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે. જો કે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસમાં સીએમ પદ માટે મંથન ચાલી રહ્યું છે. જાણો બંને રાજ્યોની સરકારની રચના સાથે જોડાયેલી મોટી બાબતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -