Corona News Update Live:રાજકોટમાં કોરોનાથી મૃત્યુઆંક વધતાં ચિંતામાં વધારો, છેલ્લા 5 દિવસમાં કોરોનાથી 15 દર્દીઓ મોતને ભેટ્યાં

રાજકોટ જીવલેણ બનતો કોરોનાએ ચિંતા વધારી છે. પાંચ દિવસમાં 15 દર્દીઓ મોતને ભેટ્યાં છે. રાજકોટ શહેરમાં રોજના ત્રણ મોત થાય છે.

gujarati.abplive.com Last Updated: 02 Feb 2022 10:14 AM

બ્રેકગ્રાઉન્ડ

રાજકોટ જીવલેણ બનતો કોરોનાએ ચિંતા વધારી છે.  પાંચ દિવસમાં 15 દર્દીઓ મોતને ભેટ્યાં છે. રાજકોટ શહેરમાં રોજના ત્રણ મોત થાય છે. અહીં કેસમાં ઘટી રહ્યાં છે પરંતુ મૃત્યુની ઘટના વધતાં...More

પંચમહાલ જિલ્લામાં આજે વધુ 98 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, આજે વધુ 2 કોરોના પોઝિટીવ દર્દીના મોત થયા

ગઈ કાલે પણ 2 દર્દીના મોત નિપજયા હતા, છેલ્લા 24 કલાકમાં 4 દર્દીના મોત થયા છે. જિલ્લાના ગોધરા તાલુકામાંથી 04,હાલોલ 66 કાલોલ 01, શહેરા.01 ઘોઘંબા 14 જાંબુઘોડા 12 કેસ નોંધાયા છે. જિલ્લાના 75 કોરોના દર્દીઓ આજે કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.જિલ્લાના કુલ કોરોના પોઝિટિવ એક્ટિવ કેસ ની સંખ્યા 448 પર પહોંચી છે.


મહીસાગર જિલ્લામાં આજે કોરોનાના 16 પોઝીટીવ કેસ નોંધાયા છે. લુણાવાડા તાલુકામાં 13 અને ખાનપુર તાલુકામાં 3 કેસ નોંધાયા છે.જિલ્લામાં આજે 15 લોકોએ કોરોનાને મ્હાત આપી  છે. જિલ્લામાં કોરોનાના 121 એક્ટિવ કેસ નોંધાયા છે.