અમદાવાદઃ ગુજરાતમાં રવિવારે રાત્રે 8.13 કલાકે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા તેના કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે. કચ્છને બાદ કરતાં બાકીના વિસ્તારોમાં ભૂકંપની બહુ અસર નહોતી વર્તાઈ.


રસપ્રદ વાત એ છે કે, ગુજરાતમાં આ મહિનામાં જ પહેલી વાર ભઊકંપનો આંચકો નથી આવ્યો. જૂન મહિનાના પહેલા બે અઠવાડિયામાં જ ગુજરાતમાં રિક્ચર સ્કેલ પર 2 કે વધુ તીવ્રતાના 10 આંચકા આવી ગયા છે. જૂનના 14 દિવસમાં નોંધાયેલા ભૂકંપના મોટાભાગના આંચકામાં કચ્છ એપિસેન્ટર રહ્યું છે.

જો કે એક ચિંતાજનક બાબત એ છે કે, આ આંચકા પૈકી ત્રણ આંચકા ગુજરાત માટે મહત્વના એવા બે બંધ ધરોઈ અને કડાણા ડેમ પાસે નોંધાયા છે. ધરાઈ ડેમ પાસે બે અને કડાણા ડેમ પાસે એક આંચકો નોંધાયો છે.

ગુજરાતમાં જુનમાં આવેલા રિક્ટર સ્કેલ પર 2થી વધુની તીવ્રતાના આંચકાની વિગતો નીચે પ્રમાણે છે.

તારીખ........મેગ્નિચ્યુડ.....લોકેશન

2 જૂન.............2.2...........ઉપલેટા
3 જૂન.............2.3...........દુધઇ
7 જૂન.............3.2............દુધઇ
8 જૂન............2.4............રાપર
8 જૂન............2.8............ધરોઇ
10 જૂન..........2.1.............ધરોઇ
10 જૂન..........3.1............કડાણા
12 જૂન..........2.4.............ભચાઉ
13 જૂન..........2.4.............ઉના
14 જૂન..........5.3.............ભચાઉ