અમદાવાદ: આજે ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 76.29 ટકા જાહેર થયું છે. ગુજરાતમાં સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું 86.67 ટકા આવ્યું છે જ્યારે સૌથી ઓછું પરિણામ જુનાગઢનું 58.26 ટકા આવ્યું છે. સુરત શહેરમાં A1 ગ્રેડ ધરાવતાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. સુરતમાં 186 જ્યારે રાજકોટમાં 108 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. ગયા વર્ષની તુલનામાં આ વર્ષ ત્રણ ટકા વધારે પરિણામ આવ્યું છે.
અમદાવાદમાં માત્ર 40 વિદ્યાર્થીઓ જ A1 ગ્રેડમાં પાસ થયા છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં આ વર્ષે વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. પરીક્ષામાં 82.20 ટકા વિદ્યાર્થીનીઓ અને 70.97 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.
- 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપી હતી સામાન્ય પ્રવાહની પરીક્ષા
- સૌથી વધુ પરિણામ ધરાવતુ કેન્દ્ર બનાસકાંઠાનું સોની 97.76 ટકા
- સૌથી ઓછુ પરિણામ ધરાવતુ કેન્દ્ર ગીર સોમનાથનું ડોળાસા 30.21 ટકા
- સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો પાટણ 86.67 ટકા
- સૌથી ઓછુ પરિણામા ધરાવતો જિલ્લો જૂનાગઢ 58. 26 ટકા
- 100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 269
- 10 ટકા કરતા ઓછુ પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 56
- વિદ્યાર્થીઓનું પરિણામ 70.97 ટકા
- વિદ્યાર્થીનીઓનું પરિણામ 82.20 ટકા
- દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા 2983
- ગેરરીતિના કેસની સંખ્યા 744
- ગુજરાતી માધ્યમનું પરિણામ 76.11 ટકા
- અંગ્રેજી માધ્યમનું પરિણામ 81.72 ટકા
- અમદાવાદ શહેરનું પરિણામ 73.58 ટકા
- અમદાવાદ ગ્રામ્યનું પરિણામ 75.20 ટકા
- રાજકોટનું પરિણામ 79.14 ટકા
- વડોદરાનું પરિણામ 71.03 ટકા
- સુરતનું પરિણામ 80.66 ટકા
- ગાંધીનગરનું પરિણામ 79.08 ટકા
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ગયા વર્ષ કરતાં કેટલા ટકા વધારે આવ્યું રિઝલ્ટ? જાણો કેટલા ટકા આવ્યું રિઝલ્ટ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Jun 2020 08:56 AM (IST)
આજે ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 76.29 ટકા જાહેર થયું છે. ગુજરાતમાં સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું 86.67 ટકા આવ્યું છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -