Road Accident: ગુજરાતમાં આજે રોડ અકસ્માતની હારમાળા સર્જાઇ છે. જુદી જુદી ઘટનામાં કુલ 10 લોકોએ જીવ ગુમાવ્યાં છે. સોથી વધુ ભયંકર ઘટના મોરબી પાસે સર્જાઇ હતી જેમાં 4 લોકો જીવતા સળગી જતાં કરૂણ મૃત્યુ થયા છે.
મોરબીના માળિયામાં સુરજબારી ટોલનાકા પાસે ભયંકર રોડ અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના મોત થયા છે. અહીં અકસ્માતમાં બે ટ્રક અને અર્ટિગા કાર અથડાયા હતા આ દરમિયાન આગ લાગતા 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા જેમાં ,ટ્રકના ડ્રાઇવર અને ક્લિનરનો સામવેશ થાય છે. તો કારમાં સવાર 2 લોકોએ પણ જીવ ગુમાવ્યો છે. પાંચ બાળક સહિત સાત લોકો ફસાયેલા હોવાથી બચાવાયા છે.અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિકજામ સર્જ્યો હતો.
સમગ્ર અકસ્માત કેવી રીતે સર્જાયો એ વિશે વાત કરીએ તો નોંધનિય છે કે,માળિયા સૂરજબારી પુલ પર એક કન્ટેનર પલટી મારી ગયું હતું. જેથી પાછળ આવતા ટેન્કરે લેન બદલવા માટે ગયો હતો, જે દરમિયાન પાછળ આવતી આર્ટિગા કાર ટ્રક સાથે ઘસાતા આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ટ્રકમાં અને કારમાં સવાર 2-2 લોકો મોત થયા છે. સાત લોકોનું રેસ્ક્યુ કરાયું હતું અને ઇજાગ્રસ્ત હોવાથી સારવાર માટે સામખિયાળી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં છે. અકસ્માત બાદ ટેન્કર અને કારમાં ફાટી નીકળતા સ્થિતિ વધુ ભયાનક અને ચિંતાજનક બની હતી. ઘટના મોરબીના સૂરજબારી ટોલ નાકા નજીક બની હતી. ધટના ની જાણ થતા જ મોરબી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુની કામગીરી હાથ ઘરી હતી. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 4 લોકોના મૃતદેહ બહાર કઢાયા હતા અને સાતનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અકસ્માત એટલો ભયંકર છે કે, ઇજાગ્રસ્તોની સ્થિતિ પણ નાજુક છે, જેથી આ ઘટનામાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા સેવાઇ રહી છે.
સુરતમાં વધુ એક રોડ અકસ્માત
સુરતના ઓલપાડ -સાયણ રોડ પર પણ અકસ્માત સર્જાયો હતો. માધવ ઇન્ડસ્ટ્રીઝ પાસે બેફામ કાર ચાલકે 2 સાયકલ ચાલકને ઉડાવ્યાં હતા, જેમાં એક સાયકલ પર સવાર બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે અન્ય એક સાયકલ ચાલકને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટમાં દાખલ કરાયા હતા. અકસ્માત સર્જતા કાર ગટર માં પલટી મારી ગઈ હતી. ઓલપાડ પોલીસ ઘટના સ્થળે પહોચી બંને મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્વાં હતા. પોલીસે કાર ચાલકની કરી અટકાયત કરી છે.
ગુજરાત-રાજસ્થાન બોર્ડર પાસે અકસ્માત, 3નાં મોત
ગુજરાત-રાજસ્થાન બોર્ડર પાસે પણ રોડ અકસ્માત સર્જાયો હતો. જેમાં 3નાં મૃત્યુ થયા છે. ભેંશલા ગામ પાસે બાઈક અને ઈકો વચ્ચે અકસ્માતમાં બાઇકમાં સવાર બેના અને ઈકો ડ્રાઈવરનું પણ મોત નિપજ્યું હતું.એક બાળક અને મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને રાજસ્થાનની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઈકો કાર ગરનાળામાં ખાબકી હતી. મૃતક બાઈક સવાર મોડાસાના મુલોજ ગામના વતની હોવાનું સામે આવ્યું છે.
તાપીના નિઝરમાં વીજ કરંટથી મોત
તાપીના નિઝરમાં વેલદા ગામની સીમમાં ખેતરમાં વીજ કરંટ લાગતા સુભાષ પટેલ નામના ખેડૂતનું મોત થયું છે.DGVCLની બેદરકારીના કારણે મોત થયાનો આરોપ લગાવ્યો છે. રજૂઆત બાદ પણ વીજ લાઈનનું મેન્ટેનન્સ ન કરાયાના આક્ષેપો ઉઠ્યાં છે.