ડાંગ: રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે ડાંગ જિલ્લામાં 10 જેટલા પોલીસ કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ડાંગ જિલ્લામાં એક ડી.વાય.એસ.પી , એક પી.એસ.આઈ સહિત 08 જેટલા પોલીસકર્મીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.

ડાંગ જિલ્લામાં ભરતી માટે આવેલા પોલીસ કર્મચારીઓ પોઝિટિવ આવતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડાંગ જિલ્લામાં કુલ આંક 154 પર પહોંચ્યો છે. જેમાંથી 133 સ્વસ્થ થયા છે જ્યારે 21 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,39,771 લોકો કોરોને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે અને મત્યુ દરમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં હાલ રિકવરી રેટ 95.17 ટકા છે. હાલમાં 7829 એક્ટિવ કેસ છે અને 7768 લોકો સ્ટેબલ છે.