દ્વારકાઃ સમગ્ર રાજ્યમાં કોરોના (Gujarat Corona)ની બીજી લહેર ફરી વળતા રાજતભરમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે ત્યારે વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈ ને દેવભૂમિ દ્વારકા જિલ્લા (DevBhoomi Dwarka)ના લાંબા ગામે અડધો દિવસ સ્વૈચ્છિક લોકડાઉન (Self Lockdown)ની જાહેરાત કરી છે. કોરોના વધતા પ્રકોપ વચ્ચે દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર (kalyanpur) તાલુકાના લાંબા ગામે (Lamba Village) કોરોના સંક્રમણ ન વધે તે માટે લાંબા ગામના ગ્રામજનો અને ગ્રામ પંચાયતના સહકારથી અડધો દિવસ સ્વૈચ્છિક લોકડાઉન રાખી અને આત્મનિર્ભરતા બતાવી છે.


તા.૦૪ એપ્રિલ થી ૧૫ જેટલા દિવસ સુધી સતત ૧૧ દિવસ સુધી  ગ્રામજનો દ્વારા બપોરે ૧ વાગ્યા બાદ જીવન જરૂરિયાતની સેવાઓ સિવાયની  તમામ સેવાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના પ્રથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા જણાવાયું હતું કે અહી છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન ૧૦૦ જેટલા આરટીપીસીઆર ના તેમજ ઘરે ઘરે જઈ સર્વે હાથ ધર્યો છે જેમાં હાલ ત્રણ કેસો પોઝીટીવ જણાયા છે ત્યારે આગાઉ ના દિવસોમાં ૪ જેટલા કેસો પોઝીટીવ હતા જે નો પિરાયડ  પૂરો થતાં હોમ આઇસોલે ટ કરવામાં આવ્યા છે. દિવસ દરમ્યાન ઘરે ઘરે જઈ સર્વે હાથ ધરી સેનેટાઈઝર અને માસ્ક પહેરવા પણ અભિયાન હાથ ધરાયા છે. સતત ૧૧ દિવસમાં દરરોજ માત્ર ૬ કલાક જ વેપાર ધંધા બજારો ખૂલી રહે છે.


સમગ્ર ગુજરાતમાં કોરોના (Gujarat Corona)ના રેકોર્ડ કેસ આવી રહ્યા છે ત્યારે હવે શહેર ઉપરાંત ગામડાઓમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. જેના કારણે એનેક ગામોમાં કોરનાના કેસ વધવાને કારણે સ્વૈચ્છિક બંધ (Self lockdown) અથવા લોકડાઉનના નિર્ણય લેવામાં આવી રહ્યા છે. ત્યારે તાપીના વ્યારા નગર (Vyara)ના વેપારીઓએ સ્વૈચ્છિક દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ પછી હવે સોનગઢ (Songadh)ના વેપારીઓએ પણ સ્વૈચ્છિક નિર્ણય લીધો છે. 


 


તારીખ 6 એપ્રિલથી 15 એપ્રિલ સુધી નગરની દુકાનો 2 વાગ્યા સુધી ખુલ્લી રાખવા અપીલ કરવામાં આવી છે. જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને લઈ નિર્ણય લેવાયો છે. સોનગઢમાં આવતીકાલથી બપોર બાદ બંધ રાખવા વેપારીઓનો નિર્ણય છે. 


 


વેપારીઓએ નક્કી કર્યા મુજબ આજથી 15 એપ્રિલ સુધી વ્યારા નગરની દુકાનો સવારે 9 વાગ્યાથી 2 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. નગરના વેપારી ઓએ સોશિયલ મીડિયા થકી અન્ય વેપારી ઓને સહયોગ આપવા અપીલ કરી છે. ગામમાં આજથી 2 વાગ્યા બાદ નગરમાં સ્વૈચ્છિક બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધતા જતા કોરોનાના સંક્રમણને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ વ્યારા નગરના બજારો રાબેતા મુજબ ચાલુ છે.


 


ગુજરાત(Gujarat)માં ફરી કોરોનાએ ઉથલો માર્યો છે. દૈનિક કેસો 3 હજાર નજીક પહોંચી ગયા છે, ત્યારે હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. મધ્ય ગુજરાતમાં એક પછી એક ગામોમાં સ્વયંભૂ લોકડાઉન (Self Lockdown) લગાવવામાં આવી રહ્યું છે. દાહોદ જિલ્લા (Dahod District)મા કોરોના  સંક્રમણને લઇ લોકોમાં ભયનો માહોલ છે. વધતા કેસના પગલે ગામડાઓમાં લોકડાઉન (Village lockdown) લગાવાયું છે. વધુ 3 ગામમાં લોકડાઉન થયું છે. 


 


 


 


ફતેપુરા, ફતેપુરા તાલુકાના કાળીયા વલુન્ડા, કરોડીયા પૂર્વ ગ્રામપંચાયતે લોકડાઉનનો નિર્ણય લીધો છે. 10 દિવસનુ લોકડાઉન અપાયું છે. આવતી કાલથી 10 દિવસ સુધી સવારે 7 વાગ્યા થી બપોરે 1 વાગ્યા સુધી જ વેપાર કરી શકાશે. 1 વાગ્યા પછી સંપુર્ણ લોકડાઉન કરવાનો ગ્રામપંચાયતના સરપંચનો આદેશ છે. 

અગાઉ ફતેપુરા (Fatehpura)ના બલૈયા (Balaiya)માં કોરોના સંક્રમણને નાથવા સ્વેચ્છિક લોકડાઉન (Self lockdown) લગાવી દેવામાં આવ્યું છે. આજથી 8 એપ્રિલ સુધી ગ્રામ પંચાયત (Gram Panchayat) દ્વારા લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. છ દિવસ માટે સવારના ૭થી ૧૦ વાગ્યા સુધી જ ધંધા-રોજગાર ચાલુ રાખી શકાશે. નિયમનો અનાદર કરનાર વેપારીને ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવાનો નિર્ણય લેવાયો છે. 
 
દાહોદ જિલ્લામાં કોરોનાનો કહેર દિવસે દિવસે  વધી રહ્યો છે. શહેર સહીત હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનો પગ પેસારો જોવાયો જેથી  ફતેપુરા તાલુકામાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણના કેસોમાં વધારો થતા બલૈયા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોના સહયોગથી કોરોના સંક્રમણને નાથવા પહેલ કરી સ્વૈચ્છિક લોકડાઉન કરી છ દિવસ માટે સવારના 7 થી 10 વાગ્યા સુધી જ ધંધા રોજગાર ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો.


 


 


 


 


 


 


 


દાહોદ જિલ્લામાં કોરોનાના કેસની વાત કરીયે તો 3198 પોઝેટીવ કેસ નોંધાયા છે અને હાલ 174 કેસ એક્ટિવ છે ત્યારે  બલૈયા ની વાત કરીયે તો 1600થી 1800 લોકોની વસ્તી ધરાવતા  ગામ માં  18 કેસો એક્ટિવ છે, ત્યારે એકનું અવસાન થયું છે. જેને કારણે ગામમાં ભય જોવા મળ્યો હતો. 


 


 


 


 


 


 


 


ગ્રામ પંચાયત એક્સનમાં આવી અને બલૈયા ખાતે સરપંચની અધ્યક્ષતામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ૩ એપ્રિલથી ૮ એપ્રિલ-૨૦૨૧ સુધી સ્વૈચ્છીક પણે પોતાના ધંધા-રોજગાર સવારના ૭ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખવા ગ્રામ પંચાયત દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. જેને ગ્રામજનોએ પણ આવકાર આપ્યો હતો. આજ રોજ સવારે 10 વાગે તમામ દુકાન બજારો વેપારીઓએ બંધ રાખ્યા હતા.


 


 


 


 


 


 


 


 જોકે ગ્રામ પંચાયત દ્વારા ઠરાવવામાં આવેલ નિયમ મુજબ જો કોઈ વેપારી જણાવેલ સમય પછી પોતાનો ધંધો રોજગાર ચાલુ રાખશે તો તેના પાસેથી ૧૦૦૦ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે.  બલૈયા ગામમાં કેટલાક લોકો કોરોનાગ્રસ્ત હોવાનું જાણવા મળે છે. ત્યારે રોગચાળો વધુ વકરે નહીં તે હેતુથી બલૈયા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોના સહયોગથી સ્વેચ્છિક પણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેનું તમામ ગ્રામજનોએ પાલન કરી રોગચાળાને નાથવા સહયોગ આપવા નજરે પડ્યો હતો.