દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં આભ ફાટ્યુ છે. જામ ખંભાળીયામાં માત્ર બે કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી છે. અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ખંભાળિયામાં જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી જ જોવા મળી રહ્યું છે.
સવારથી લઈને સાંજ સુધી કુલ 17 ઈંચ જેટલો વરસદા ખાબક્યો છે. ખંભાળીયામાં સતત વરસાદ પડી રહ્યું છે. સ્થાનિકોની હાલત ખૂબ જ ખરાબ થઈ છે. ઘૂંટણ સુધી પાણી ભરાયા છે. ઘણા રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયા છે.
જામ ખંભાળિયામાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સવારથી લઈને 17 ઇંચ વરસાદ પડ્યો છે. તો સાંજે 6 કલાકથી લઈને રાત્રે 8 કલાક એટલે કે બે કલાકમાં 11 ઇંચ વરસાદ પડ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં આભ ફાટ્યું, 2 કલાકમાં 11 ઈંચ વરસાદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Jul 2020 10:51 PM (IST)
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં આભ ફાટ્યુ છે. જામ ખંભાળીયામાં માત્ર બે કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -