ગીર ગઢડાના ખિલાવડ રોડ પર એક સાથે 11 સિંહ દેખાતા ગ્રામજનોમાં ફફડાટ, જુઓ સિંહોનો આ વિડીયો

Lion Video : મોડી રાત્રે એક સાથે 11 સિંહોનું ટોળું રોડ પર આવતા અમુક સમય માટે વાહનવ્યવહાર થંભી ગયો હતો.

Continues below advertisement

Gir Somnath : ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં એક સાથે 11 સિંહો રોડ પર લટાર મારતા દેખાયા હતા. આ 11 સિંહોના ટોળામાં સિંહણ અને સિંહબાળ પણ સામેલ હતા.મોડી રાત્રે  એક સાથે 11 સિંહોનું ટોળું  રોડ પર આવતા અમુક સમય માટે વાહનવ્યવહાર થંભી ગયો હતો. આ વિડીયો ક્યાંનો છે એ સ્પષ્ટ થઇ શક્યું નથી, પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો ગીર ગઢડાના ખિલાવડ રોડ પરનો છે. એક સાથે 11 સિંહ આવતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે અને  ગ્રામજનો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી છે.  આ વિડિઓ હાલ સોશિયલ  મીડિયા પર વાઇરલ થયો છે. જુઓ આ વિડીયો 

Continues below advertisement

ઠંડા પીણામાંથી નીકળી ગરોળી, મેકડોનાલ્ડ તાત્કાલિક સીલ કરાયુ
અમદાવાદમાં સોલા વિસ્તારમાં આવેલી મેકડોનાલ્ડમાંથી લેવામાં આવેલા કોલ્ડ્રિંક્સમાંથી ગરોળી મળી આવતા મનપાની આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક અસરથી બંધ કરી છે. મળતી જાણકારી અનુસાર, શનિવારે બપોરના સમયે ગ્રાહકે કોલ્ડ્રિંક્સ મંગાવી હતી. જેમાં ગરોળી જોવા મળતા ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. બાદમાં આ અંગે મનપાની આરોગ્ય વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી. જેથી હેલ્થ વિભાગે હાજરીમાં આ સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપ્યુ હતું જ્યારે મેકડોનાલ્ડને તાત્કાલિક અસરથી સીલ મારવામાં આવ્યુ હતું. ગ્રાહકનું કહેવું હતું કે આ બાબતે મેનેજરને ફરિયાદ કરી પરંતુ તેણે કોઈ ખાસ ધ્યાન આપ્યું ન હતું.

 SPGના લાલજી પટેલે હાર્દિક પર સાધ્યું નિશાન
એસપીજીના વડા લાલજી પટેલે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ સરકાર અને હાર્દિક પર નિશાન સાધ્યું હતું. લાલજી પટેલે પાટીદાર આંદોલન સમયના કેસોને લઈ સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. લાલજી પટેલે કહ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને મળી રજૂઆત કરીશું અને જો સમાજના મુદ્દા નહીં ઉકેલાય તો વોટની તાકાત બતાવીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.સાથે જ લાલજી પટેલે કોગ્રેસ છોડી ચૂકેલા હાર્દિક પટેલ પર નિશાન સાધ્યું હતું. લાલજી પટેલે કહ્યું હતું કે લોકો રાજકારણમાં જોડાયા પણ સમાજના પ્રશ્નો ઠેરના ઠેર છે.

 

 

Continues below advertisement
Sponsored Links by Taboola