Gujarat Cabinet : ભૂપેન્દ્ર પટેલ સરકારના જૂના 11 મંત્રીના કપાયા પતા, જાણો તેમના નામ 

ગુજરાતમાં મંત્રીમંડળની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યના 16 મંત્રીઓ સાથે મુખ્યમંત્રીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. હર્ષ સંઘવીને કેબિનેટ પોર્ટફોલિયોના વિતરણમાં સૌથી મહત્વપૂર્ણ વિભાગ મળ્યો છે.

Continues below advertisement

ગાંધીનગર:  ગુજરાતમાં મંત્રીમંડળની ફાળવણી કરવામાં આવી છે. આજે રાજ્યના 16 મંત્રીઓ સાથે મુખ્યમંત્રીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. હર્ષ સંઘવીને કેબિનેટ પોર્ટફોલિયોના વિતરણમાં સૌથી મહત્વપૂર્ણ વિભાગ મળ્યો છે, તેમને ગૃહ મંત્રાલય આપવામાં આવ્યું છે.  આ સાથે સંઘવીને રમતગમત અને યુવા મંત્રાલય પણ આપવામાં આવ્યું છે. કનુભાઈ મોહનભાઈ દેસાઈને નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ ખાતુ આપવામાં આવ્યું છે. ઋષિકેશ પટેલને આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો ખાતુ તેમને આપવામાં આવ્યું છે.ભૂપેંદ્રભાઈ પટેલ સરકારમાં પહેલા જે મંત્રી રહી ગયા છે, તેમાંથી 11 નેતાઓને મંત્રી નથી બનાવવામાં આવ્યા. 

Continues below advertisement

ભૂપેન્દ્ર પટેલ સરકારના જૂના 11 મંત્રીના કપાયા પતા

 

જીતુ વાઘાણી ભાવનગર પશ્ચિમ
કિરીટસિંહ રાણા-લિંબડી
ગજેંદ્રસિંહ પરમાર-પ્રાંતિજ
અર્જૂનસિંહ ચૌહાણ- મહેમદાબાદ
મનિષા વકીલ-વડોદરા શહેર
જીતુ ચૌધરી-કપરાડા
વિનુ મોરડિયા-કતારગામ
પૂર્ણેશ મોદી -સુરત શહેર
નિમિષા સુથાર-મોરવાહડફ
નરેશ પટેલ-ગણદેવી
દેવા માલમ-કેશોદ

ભુપેન્દ્ર સરકારમાં મંત્રીઓને કરાઈ ખાતાની ફાળવણી

1 ભુપેન્દ્ર પટેલ -મુખ્યમંત્રી,સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, સાયન્સ એન્ડ ટેકનોલોજી

2 કનુભાઈ દેસાઈ - નાણા ઉર્જા અને પેટ્રો કેમિકલ
3 ઋષિકેશ પટેલ - આરોગ્ય અને કાયદા મંત્રી, સાથે ઉચ્ચ શિક્ષણની જવાબદારી
4 રાઘવજી પટેલ - કૃષિ પશુપાલન, ગૌ સંવર્ધન,મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
5 બળવંતસિંહ રાજપૂત - ઉદ્યોગ-લઘુ, શુક્ષ્મ અને મધ્ય ઉદ્યોગ,કુટીર,ખાદી અને ગ્રામોધ્યોગ,નાગરીક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર
6 કુંવરજી બાવળિયા - પાણી પુરવઠા
7 મુળુભાઇ બેરા - પ્રવાસન,વન અને પર્યાવરણ
8 કુબેર ડિંડોર - પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ,આદિજાતિ વિકાસ વિભાગ
9 ભાનુબેન બાબરીયા - સામાજિક ન્યાય અધિકારીતા

10 હર્ષ સંઘવી -  ગૃહ રાજ્યમંત્રી,યુવા સાંસ્કૃતિક અને રમત ગમત વિભાગ 

11 જગદીશ પંચાલ -સહકાર, મિઠા ઉદ્યોગ,છાપકામ,લેખન સામગ્રીનો સ્વતંત્ર હવાલો, પ્રોટોકોલ,
12 પરસોતમભાઈ સોલંકી- મત્સ્ય ઉદ્યોગ અને પશુ પાલન
13 બચુભાઈ ખાબડ - પંચાયત અને કૃષિ
14 મુકેશ પટેલ - વન પર્ચાવરણ, ક્લાયમેટ ચેંજ,જળ સંપત્તિ અને પાણી પુરવઠા
15 પ્રફુલ પાનસેરીયા- સંસદીય બાબતો, પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
16 ભીખુસિંહ પરમાર -  અન્ન અને નાગરિક પુરવઠો, સામાજીક ન્યાય અને અધિકારિતા
17 કુંવરજી હળપતિ- આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર

 

ગુજરાત સરકારની શપથવિધિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી.નડ્ડા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિતના ૧૦ થી વધુ કેન્દ્રીય મંત્રીઓ પણ ઉપસ્થિતિ રહ્યા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સહિત ભાજપા શાસિત રાજ્યોના અને એન.ડી.એ. સમર્થિત પક્ષોના રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા.

 

Continues below advertisement
Sponsored Links by Taboola