ભૂજ: અતિ સંવેદનશીલ ગણાતા કચ્છના હરામીનાળામાંથી 3 પાકિસ્તાની માછીમારો ઝડપાયા છે.  ગઈકાલે મોડી રાત્રે BSFના જવાનો પેટ્રોલિંગ પર હતા. આ દરમિયાન 3 માછીમારો ઝડપાયા છે.  આ સમયે શંકાસ્પદ હિલચાલ દેખાતા, જવાનો ત્યાં પહોંચ્યા હતા પરંતુ જવાનોને આવતા, જોઈ પાકિસ્તાની માછીમારોએ બોટ મુકી ભાગવાની કોશિશ કરી હતી. જો કે, ત્રણેયને બોટ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. ત્રણેય માછીમારો પાકિસ્તાનના ઝીરો પાઈન્ટ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જેમાંથી એક શખ્સ તો 2017માં પણ ઝડપાયો હતો અને એક વર્ષ સુધી ભુજની જેલમાં રહ્યો હતો.



Gujarat Government Formation: ભૂપેન્દ્ર પટેલે બીજી વખત લીધા CM પદના શપથ, જાણો કયા પડકારોનો કરવો પડશે સામનો ?


ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લીધા. આચાર્ય દેવવ્રતે તેમને શપથ લેવડાવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની ભાજપ સરકાર માટે સૌથી મોટો પડકાર પાયાના સ્તરે કામ કરવાનો અને સંકલ્પ પત્રની જાહેરાતોને પૂર્ણ કરવાનો રહેશે. મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે ચૂંટણી વચનો પૂરા કરવા માટે ભંડોળ એકત્ર કરવું પડશે. ભાજપે પોતાના ચૂંટણી વચનો પૂરા કરવા માટે વાર્ષિક કેટલાય હજાર કરોડ ખર્ચવા પડશે. ગુજરાત પહેલાથી જ દેવાના બોજાથી દબાયેલું છે. ભાજપ દ્વારા ચૂંટણી વચનો સમયસર પૂરા કરવા એ મોટો પડકાર છે. આવો અમે તમને ભાજપ દ્વારા ચૂંટણી દરમિયાન કરવામાં આવેલા કેટલાક ચૂંટણી વચનો વિશે જણાવીએ.



  • એન્ટી રેડિક્લાઈઝેશન સેલ

  • ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ કમિટીની ભલામણોનો અમલ

  • ગુજરાતને $1 ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવું

  • પશ્ચિમ ભારતના સૌથી મોટા આધ્યાત્મિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માટે દેવભૂમિ દ્વારકા કોરિડોરનું નિર્માણ

  • એગ્રી-માર્કેટિંગ ઇન્ફ્રા માટે 10,000 કરોડ

  • 'ગુજરાત ઓલિમ્પિક મિશન'ના ઉદ્દેશ્ય સાથે વિશ્વ કક્ષાની રમતગમતની માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવું અને ગુજરાતમાં 2036ની ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવું.

  • રાજ્યની તમામ છોકરીઓ માટે કેજીથી પીજી સુધીનું શિક્ષણ મફત છે

  • રાજ્યમાં 20 લાખ નવી રોજગારી સર્જન

  • મહિલાઓ માટે એક લાખ સરકારી નોકરી

  •  


  • ગુજરાતના દેવામાં થયો વધારો



     


     


    આ તમામ ચૂંટણી વચનો પૂરા કરવા માટે ભાજપે દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચવા પડશે, પરંતુ કોમ્પ્ટ્રોલર ઑફ ઑડિટર જનરલ (CAG)ના રિપોર્ટમાં જણાવાયું છે કે વર્ષ 2016-17માં ગુજરાત સરકાર પર લગભગ 2.5 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું. 2022માં તે વધીને સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે. આવી સ્થિતિમાં સરકાર સમક્ષ પ્રથમ પ્રાથમિકતા રાજ્યનું વધતું દેવું ઘટાડીને તેના ચૂંટણી વચનો પૂરા કરવાની રહેશે.


    ગુજરાતમાં રોજગારની સ્થિતિ









    ભાજપે ગુજરાતમાં 20 લાખ નવી નોકરીઓ ઉભી કરવાની વાત કરી છે. ગુજરાત સરકારના આર્થિક સર્વે મુજબ ઓક્ટોબર 2021 સુધીમાં રોજગાર કચેરીમાં 3.72 લાખ લોકોએ નોંધણી કરાવી હતી, જેમાંથી 3.53 લાખ લોકો સ્નાતક હતા. ગયા વર્ષે ઓક્ટોબર સુધીમાં 2.60 લોકોએ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં નામ નોંધાવ્યા હતા, જેમાંથી 83 ટકા એટલે કે 2.17 લાખ લોકોને રોજગાર મળ્યો હતો.