ગાંધીનગર: રાજ્યના પોલીસ વિભાગમાં મોટાપાયે બદલીઓ કરવામાં આવી છે. રાજ્યના ગૃહવિભાગ દ્વારા એક સાથે 118 PSIની બદલીઓ કરવામાં આવી છે. 118 બિનહથિયારી PSIની બદલી કરવામાં આવી છે.   રાજ્ય ગૃહ વિભાગ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી અંગે નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપવામાં આવી છે.

બિનહથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરોની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. જે યાદી આ મુજબ છે.    

પટેલ રીન્કુબેન રમણીકભાઈની ભાવનગરથી ઈન્ટે. બ્યુરો ગુ.રા. ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. પલાસ રાકેશ કુમાર દિપસિંહની સુરત શહેરમાંથી છોટા ઉદેપુરમાં બદલી કરવામાં આવી છે.  ચાવડા ભરતસિંહ રમાભાઈની ડાંગ-આહવાથી અમદાવાદ શહેરમાં બદલી કરવામાં આવી છે. ભંડેરી સુભદ્રાબેન કુલજીભાઈની  જી.યુ.વી.એન.એલ વડોદરાથી  સુરત શહેરમાં બદલી કરવામાં આવી છે. 

ચૌધરી અશોકભાઈ પુરાભાઈની ભાવનગરથી અમદાવાદ શહેરમાં બદલી કરવામાં આવી છે. કુંભરવાડીા મોહિતકુમાર માણંદભાઈની પશ્ચિમ કચ્છ-ભુજથી  જામનગરમાં બદલી કરવામાં આવી છે.  રાઠોડ પુર્વિશાબેન કાંતિભાઈની સુરત શહેરમાંથી ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. રાઠવા રાહુલ ચેતનભાઈની સુરત શહેરમાંથી અમદાવાદ શહેરમાં બદલી કરવામાં આવી છે.  મોરી હર્ષિતાબેન રામસિંગભાઈની રાજકોટ શહેરમાંથી  પશ્ચિમ કચ્છ ભુજ બદલી કરાઈ છે. જ્યારે મકવાણા પવન કુમાર કમલેશભાઈની  ભાવનગરથી આણંદમાં બદલી કરવામાં આવી છે. 

થોડા સમય પહેલા જ  105 IPS અધિકારીઓની મોટાપાયે બદલી થઈ હતી

ગુજરાત સરકારે લાંબા સમયથી પેન્ડિંગ રહેલી 105 ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારીઓની બદલીનો આદેશ જારી કર્યો હતો.  આ નિર્ણય અધિકારીઓના ફીડબેક અને રિપોર્ટ કાર્ડના આધારે લેવામાં આવ્યો હતો.  આ મોટા ફેરબદલના ભાગરૂપે, રાજ્યના 25 જિલ્લાના પોલીસ અધિક્ષકો (SP) અને ચાર મોટા શહેરના 32 નાયબ પોલીસ કમિશનરો (DCP) ની બદલી કરવામાં આવી હતી, જે શાસન વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાનો એક પ્રયાસ છે.

ગુજરાતમાં 105 IPS અધિકારીઓની બદલીના આદેશો બહાર પાડવામાં આવ્યા હતા.  આ બદલીમાં ભરૂચના પોલીસ વડા તરીકે અક્ષયરાજ મકવાણા, સુરેન્દ્રનગરના પોલીસ વડા તરીકે પ્રેમસુખ ડેલુ, મહીસાગરના પોલીસ વડા તરીકે શફીન હસન અને અરવલ્લીના SP તરીકે મનોહરસિંહ જાડેજાની નિયુક્તિ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ડો. હર્ષદ પટેલને અમદાવાદ ઝોન-1માં નાયબ પોલીસ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. આ ઓર્ડર ઘણા સમયથી અટવાયેલા હતા અને હવે અધિકારીઓના પ્રદર્શનના આધારે આ ફેરફારો કરવામાં આવ્યા છે.